“બેઝબોલ ક્યાં છે?” સિરાજે મેદાનમાં જો રૂટની મજાક ઉડાવી, વીડિયો વાયરલ!

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ(IND vs ENG)ની ત્રીજી મેચ ગઈ કાલે ગુરુવારથી લંડનના લોર્ડ્સ મેદાન પર શરુ થઇ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલા દિવસના અંતે ઇંગ્લેન્ડની ટીમે 83 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસની રમતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઇંગ્લેન્ડના બેટર્સની બેઝબોલ સ્ટાઈલ બેટિંગની મજાક ઉડાવતો (Mohammed Siraj sledged Joe root) જોવા મળી રહ્યો છે.
ઇંગ્લેન્ડના બેટર જો રૂટને ઉશ્કેરવા મોહમ્મદ સિરાજ તેને સ્લેજ કરી રહ્યો હતો. મોહમ્મદ સિરાજ આવું એટલા માટે કર્યું કે જો રૂટ અને ઓલી પોપ ખૂબ જ ધીમા સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડના બેટર્સ ટેસ્ટ મેચમાં બેઝબોલ સ્ટાઈલની આક્રામક બેટિંગ માટે જાણીતા છે, પણ પહેલા દિવસે ધીમી રનરેટની મજાક ઉડાવતા સિરાજે જો રૂટની મજાક ઉડાવી હતી.
ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી, ઇંગ્લેન્ડે 44 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, જો રૂટ અને ઓલી પોપ ક્રીઝ પર હાજર હતા.
રૂટ 49 બોલમાં 25 રન બનાવી ક્રિઝ પર હતો, જ્યારે ઓલી પોપે 53 બોલમાં ફક્ત 16 રન બનાવ્યા હતા, આ સમયે સિરાજ બોલિંગ કરવા આવ્યો, તેણે રૂટ સામે બોલિંગ કરી રહ્યો હતો. સિરાજે કહ્યું, “બેઝ, બેઝ, બેઝબોલ, હવે બેઝબોલ રમો. હું તે જોવા માંગુ છું.”
Mohammad Siraj asking Joe Root where is the Bazball. pic.twitter.com/PF7XhI58hS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2025
સિરાજની કમેન્ટ સ્ટમ્પ માઈકમાં કેપ્ચર થઇ ગઈ. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આપણ વાંચો: હૅટ-ટ્રિક સહિત પાંચ બૉલમાં પાંચ વિકેટ… આ બોલરે રચ્યો ઈતિહાસ!
સિરાજે રૂટને સ્લેજ કરીને ઉશ્કેરવા પ્રયાસ કર્યો, પરંતુ અનુભવી રૂટ પર તેની કોઈ અસર થઇ નહીં. રૂટે કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર સંયમ સાથે બેટિંગ ચાલુ રાખી. હાલ જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે મેચના બીજા દિવસે જો રૂટ સદી પૂરી કરી ચુક્યો છે.