સ્પોર્ટસ

IND vs ENG 2nd T20I : કંઇક આવો છે ચેન્નઈની પીચનો મિજાજ, શમીના ચાહકો ફરી નિરાશ થશે! વાંચો રીપોર્ટ

ચેન્નઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20I મેચની સિરીઝની શરૂઆત થઇ (IND vs ENG T20I series) ચુકી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમે દમદાર જીત મેળવી હતી. હવે બીજી મેચ આવતીકાલે શનિવારે 25 જાન્યુઆરીના રોજ ચેન્નાઈના એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે (MS Chidambaram Stadium, Chennai) રમાશે, જેના માટે બંને ટીમો ચેન્નઈ પહોંચી ગઈ છે, અને તૈયારીઓ કરી રહી છે.

ભારતીય ટીમ બીજી મેચ પણ જીતીને સિરીઝમાં વધુ લીડ મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે, જ્યારે ઈંગ્લીશ ટીમનો ઈરાદો સિરીઝમાં જીતનું ખાતું ખોલાવવાનો હશે. મેચના પરિણામમાં ચેન્નઈની પિચ મહત્વનો ભાગ ભજવશે.

કોને મળશે મદદ:
અહેવાલ મુજબ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચથી સ્પિન બોલરોને વધુ મદદ મળે, પરંતુ ટી20માં આ પીચ ઘણીવાર બેટ્સમેનોને પણ મદદ કરે છે. વિકેટ સપાટ રહી શકે છે, જ્યારે ડ્યુને કારણે ફરક પડી શકે છે.

ચેન્નઈના સ્ટેડીયમમાં ઇન્ડિયાનો રેકોર્ડ:
ચેન્નઈના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ફક્ત બે T20I મેચ રમાઈ છે, જેમાં ભારતે એક જીત મેળવી હતી અને એક મેચમાં હાર મળી હતી. 2012 માં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં, ભારત 1 રનથી હારી ગયું હતું. ટીમ ઈન્ડિયાએ 2018માં છેલ્લી વખત ચેન્નઈ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમી હતી, જેમાં ભારતને 6 વિકેટથી જીત મળી હતી.

શમીના ચાહકો ફરી નિરાશ થશે:
અહેવાલ મુજબ એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચથી સ્પિન બોલરોને વધુ મદદ મળે છે, તેથી આ મેચમાં પણ ટીમ ઇન્ડિયા ત્રણ સ્પિનરો સાથે રમે તેવી શક્યતા છે. જેથી, મોહમ્મદ શમીના રમવાની શક્યતા ખૂબ ઓછી લાગી રહી છે. હાર્દિક પંડ્યાને અર્શદીપ સિંહ સાથે બીજા ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :રોહિત 3, યશસ્વી 4, શ્રેયસ 11, રિષભ 1, ગિલ 4ઃ જોકે જાડેજાનો પાંચ વિકેટનો તરખાટ

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ટી20 રેકોર્ડ્સ:
આ સ્ટેડીયમાં અત્યર સુધી 85 T20 મેચ રમાયા છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરતી ટીમે 49 (57.65%) મેચોમાં જીત મેળવી છે, પહેલા બોલિંગ કરતી ટીમે 36 (42.35%) મેચમાં જીત મેળવી છે. આ મેદાન પર હાઈએસ્ટ રન ચેઝ 201 છે. પ્રથમ બેટિંગ કરતી વખતે એવરેજ સ્કોર 163.૮૯ રહ્યો છે.

ENG vs IND હેડ ટૂ હેડ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 T20I મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 14 મેચ જીતીને પ્રભુત્વ મેળવ્યું છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં ભારત સામે 11 જીત મેળવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button