IND Vs BAN: ઈન્ડિયાએ બાંગ્લાદેશને ટેસ્ટમાં હરાવ્યા પછી જુઓ પોઈન્ટ ટેબલમાં સ્થાન?
દુબઈ: ભારતે બાંગ્લાદેશ સામે 280 રને જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યૂટીસી) ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે જ્યારે શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને હરાવીને લોર્ડ્સમાં આવતા વર્ષની ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. શ્રીલંકા તેના વર્તમાન હરીફ ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…
ચેન્નઈમાં જીત અને 12 ડબ્લ્યુટીસી પોઈન્ટ સાથે ભારતે ઓસ્ટ્રેલિયા (62.50 ટકા પોઈન્ટ સાથે બીજા) પર 71.67 ટકા પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. બાંગ્લાદેશ (39.29 ટકા પોઈન્ટ) પાકિસ્તાન સામેની શ્રેણી 2-0થી જીતીને ચોથા સ્થાને પહોંચ્યું હતું. તે આ હાર બાદ છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.
પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારવા અને બીજી ઈનિંગમાં છ વિકેટ લેવા બદલ અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીલંકા ગાલેમાં જીત બાદ ટેબલ પર ત્રીજા સ્થાને પહોંચી ગયું છે તેની પાસે 2023ની ડબલ્યૂટીસી ફાઇનલિસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયાને 2025ની ફાઇનલમાં સ્થાન માટે પડકારવાની શ્રેષ્ઠ તક છે. ગાલેમાં ન્યૂઝીલેન્ડ સામે 63 રને મળેલી જીત એ આઠ મેચોમાં શ્રીલંકાની ચોથી જીત હતી, જેનાથી તેઓ પોઈન્ટના 50 ટકા પર પહોંચી ગયા હતા.
શ્રીલંકાની ટીમ હવે વર્તમાન ચક્રમાં મહત્તમ 69.23 ટકા પોઈન્ટ મેળવી શકે છે જે તેને આવતા વર્ષે લોર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પૂરતું હશે. જો કે આ માટે ટીમે ફરી એક વાર ન્યૂ ઝીલેન્ડને હરાવવું પડશે અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સફાયો કરવો પડશે.
આ ચક્રમાં ભારત પાસે હજુ નવ વધુ ટેસ્ટ રમવાની છે અને તે સતત ત્રીજી વખત ડબલ્યૂટીસી ફાઇનલમાં સ્થાન મેળવવા પર નજર રાખી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ (2020) અને ઓસ્ટ્રેલિયા (2022) સામે ફાઇનલમાં હારી જતાં ભારત છેલ્લી બે સીઝનમાં રનર્સ-અપ તરીકે સમાપ્ત થયું હતું.