સ્પોર્ટસ

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ અહીં જોઈ શકશો, જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11…

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશના વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ(IND vs BAN test series)ની પહેલી મેચ આવતી કાલથી ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો છેલ્લા એક અઠવાડિયાથી આ મેચની તૈયારી કરી રહી છે. ભારત આ સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પોઈન્ટ ટેબલમાં સ્થાન મજબૂત કરવા મેદાને ઉતરશે. ત્યારે પાકિસ્તાનને તેના જ ઘરમાં હરાવીને આત્મવિશ્વાસ ભરપુર બાંગ્લાદેશની ટીમ ભારતને પણ પછાડવાના ઈરાદે મેચ રમશે.

આ પણ વાંચો : વિરાટ કોહલી મારી કપ્તાનીમાં રમ્યો છે, તેજસ્વી યાદવનો મોટો……

પીચ રીપોર્ટ:
ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ 9 પીચો છે. તેમાંથી ત્રણ પીચો મુંબઈથી લાવવામાં આવેલી લાલ માટીમાંથી બનેલી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ માત્ર લાલ માટીની પીચ પર જ રમાશે. ચેન્નઈમાં સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળે છે. સ્પિનરોને અહીં ઘણો સ્પીન મળે છે. જો કે, લાલ માટીની પીચ ફાસ્ટ બોલરો માટે પણ મદદરૂપ રહે છે, કારણ કે અહીં નવો બોલ ઘણો સ્વિંગ આપે છે અને બાઉન્સ પણ સારો રહે છે.

વરસાદ પાડી શકે છે વિઘ્ન:
ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર પણ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદ પડે એવી શક્યતા છે. Accuweather અનુસાર, પહેલા દિવસે એટલે કે ગુરુવારે ચેન્નાઈમાં વરસાદની સંભાવના 40 ટકા છે. ત્રીજા દિવસે પણ વરસાદની અપેક્ષા છે.

અહીં જોઈ શકશો લાઈવ પ્રસારણ:
આ ટેસ્ટ મેચ ટીવી પર વાયાકોમ 18 નેટવર્ક પર લાઈવ પ્રસારિત થશે. તમે સ્પોર્ટ્સ 18 ચેનલ 1 અને ચેનલ 2 પર આ મેચ જોઈ શકશો. સાથે જ આ મેચ મોબાઈલ પર Jio સિનેમા પર જોઈ શકાશે.

પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો, મોમિનુલ હક, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, લિટન દાસ, મહેંદી હસન મેરાજ, તૈજુલ ઈસ્લામ, નાહીદ રાણા અને હસન મહમૂદ/તસ્કીન અહેમદ.

આ પણ વાંચો : ગૌતમ ગંભીરે જયારે ગુસ્સામાં ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો!

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button