IND vs BAN: જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન, સાઉથીને પાછળ છોડ્યો અને જયસૂર્યાની બરાબરી કરી

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ રામાયેલી બીજી ટેસ્ટ મેચ ખુબ રસપ્રદ રહી. મેચના પહેલા દિવસે વરસાદને કારણે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. ત્યાર બાદ વરસાદને કારણે બે દિવસની રમત ન થઇ શકી, ટેસ્ટ મેચ ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ચોથા દિવસે ભારતીય બોલરો અને બેટ્સમેનોએ એવું શાનદાર પ્રદર્શન કર્યું અને જીતની સંભાવના પ્રબળ બની, આજે પાંચમા દિવસે ભારતે 7 વિકેટે જીત મેળવી.
કાનપુર ટેસ્ટમાં 5માં દિવસની શરૂઆત સાથે જ ભારતીય બોલરોએ ઝડપથી બંગ્લાદેશની વિકેટો ખેરવી હતી. રવિન્દ્ર જાડેજાએ દિવસની શરૂઆતમાં જ 3 વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિને પણ 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મેહદી હસન મિરાજને આઉટ કરીને ન્યૂઝીલેન્ડના બોલર ટિમ સાઉથીને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો 7મો બોલર બન્યો. WTCમાં બુમરાહના નામે હવે 120 વિકેટ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા)- 187, રવિચંદ્રન અશ્વિન (ભારત)- 183, પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 175, મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)- 147, સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ)- 134, કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા)- 123 અને જસપ્રીત બુમરાહ (ભારત)- 120 નો સમવેશ થાય છે.
મેહદી હસન મિરાજને આઉટ કર્યા બાદ તેણે બુમરાહે તૈજુલ ઈસ્લામને શૂન્ય પર આઉટ કર્યો અને પછી મુશફિકુર રહીમને આઉટ કરી નવો રેકોર્ડ બનાવ્યો. બુમરાહે 10 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી અને આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પ્રભાત જયસૂર્યાના સ્તરે પહોંચી ગયો. આ બંનેએ 7 મેચની 14-14 ઇનિંગ્સમાં 38-38 વિકેટ લીધી છે.
વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરો:
પ્રભાત જયસૂર્યા- 38
જસપ્રીત બુમરાહ- 38
આર અશ્વિન- 37
ગુસ એટકિન્સન- 34
શોએબ બશીર- 32
જોશ હેઝલવુડ- 29
જસપ્રીત બુમરાહે આ વર્ષે ત્રણેય ફોર્મેટ મળીને સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે વર્ષ 2024માં કુલ 53 વિકેટ લીધી છે.
2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ:
53 – જસપ્રીત બુમરાહ (22 ઇનિંગ્સ)
46 – એહસાન ખાન (26 ઇનિંગ્સ)
44 – જોશ હેઝલવુડ (23 ઇનિંગ્સ)
43 – વાનિન્દુ હસરંગા (20 ઇનિંગ્સ)
41 – એડમ ઝમ્પા (25 ઇનિંગ્સ)
Also Read –