IND vs AUS: રોહિતે ટોસ જીતી આ નિર્ણય કર્યો, ભારતની પ્લેઈંગ-11માં 3 ફેરફાર | મુંબઈ સમાચાર

IND vs AUS: રોહિતે ટોસ જીતી આ નિર્ણય કર્યો, ભારતની પ્લેઈંગ-11માં 3 ફેરફાર

એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની બીજી મેચ આજથી એડિલેડમાં રમાઈ રહી છે. એડિલેડમાં રોહિત શર્માએ ટોસ જીત્યો અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બોલિંગ કરશે.

ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. પર્થ ટેસ્ટમાં ટીમમાં સામેલ વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલને એડિલેડ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમના સ્થાને રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે.

એડિલેડ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

Also Read – વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…

બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ટીમ ઈન્ડિયાએ પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી અને સિરીઝમાં 1-0થી આગળ છે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ છે, જે પિંક બોલથી રમાશે.

સંબંધિત લેખો

Back to top button