સ્પોર્ટસ

IND vs AUS: રોહિતે ટીમના હિતમાં નિર્ણય કર્યો, વિરાટ સ્વાર્થી બન્યો! ફેન્સના દિલ તૂટ્યા

સિડની: ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં રોહિત શર્માએ ચોંકાવનારો નિર્ણય લીધો, રોહિત શર્માએ પોતાનાને ટીમમાંથી બહાર (Rohit Sharma Dropped out 5th test) રાખ્યો. અંગત કારણોસર રોહિત આ સિરીઝની પહેલી મેચમાં પણ રમી શક્યો ન હતો, તે સિરીઝની બીજી મેચથી ટીમ સાથે જોડાયો. રોહિત આ સિરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. રોહિતની ગેરહાજરીમાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી, તેના આગમન બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા તેના વિજય રથને આગળ વધારશે. પરંતુ રોહિતના આગમન બાદ ભારતીય ટીમ સતત ફ્લોપ રહી.

પહેલીવાર આવું બન્યું:
સિડની ટેસ્ટ માટે રોહિત શર્મા માત્ર પ્લેઈંગ 11માંથી જ બહાર નથી થયો, પરંતુ તે ભારતીય સ્કવોડમાંથી પણ બહાર છે. ક્રિકેટ મેચની શરૂઆત પહેલા, બંને ટીમો તેમની ટીમ શીટ સબમિટ કરે છે. જેમાં પ્લેઇંગ 11માં સામેલ ખેલાડીઓ સિવાય ટીમના અન્ય ખેલાડીઓના નામ પણ સામેલ હોય છે. સિડની ટેસ્ટ પહેલા પણ બંને ટીમોએ તેમની ટીમ શીટ જાહેર કરી. ભારતની ટીમ શીટમાં રોહિત શર્માનું નામ સામેલ નહોતું. આ પહેલા ક્યારેય એવું નથી બન્યું કે, જે ખેલાડીને આરામ આપવામાં આવ્યો હોય તેનું નામ ટીમ શીટમાંથી જ બહાર હોય. ટીમ શીટમાં કેપ્ટનનું નામ નહોતું તે ખૂબ જ આશ્ચર્યજનક રહ્યું.

અહેવાલો મુજબ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે.

કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો:
આ ટેસ્ટ સિરીઝમાં રોહિતે 3 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી, જેમાં ટીમને 2 હાર મળી અને એક મેચ વરસાદને કારણે ડ્રો રહી. ડ્રો રહેલી મેચમાં પણ ભારતની ટીમ સારી સ્થિતિમાં ન હતી. રોહિતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠવા લાગ્યા છે, સાથે સાથે તેનું બેટિંગ ફોર્મ પણ ચિંતાનો વિષય બન્યો છે. રોહિત પર સતત દબાણ વધી રહ્યું હતું. એવામાં અહેવાલો પણ મળ્યા છે કે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી અને રોહિત શર્માનું કોઈ સાંભળતું નથી. આ સ્થિતિ રોહિત પ્રેસર હેન્ડલ કરી શકે એમ ન હતો, જેને કારણે રોહિતે ચોંકાવનારો નિર્ણય લીધો.

ટીમના હિતમાં નિર્ણય:
રોહિત શર્માએ નક્કી કર્યું કે જ્યારે તેની કેપ્ટન્સી સારી નથી થઇ રહી અને તેણી બેટિંગ પણ નિષ્ફળ રહી છે. હતું, ત્યારે તેણે સિડની ટેસ્ટ ન રમવાનો નિર્ણય કર્યો. દેખીતી રીતે, આ નિર્ણય કરવો રોહિત માટે સરળ નહીં રહ્યું હોય. રોહિતે તેની કેપ્ટનશિપ જાળવી રાખવાને બદલે ટીમના હિતને ધ્યાનમાં રાખ્યું અને નિર્ણય કર્યો. જો કે જો રોહિત ઇચ્છતો હોત તો મેચ રમી શક્યો હોત, પરંતુ તેણે એવું ન વિચાર્યું.

આ પણ વાંચો…IND vs AUS 5th Test: વિરાટ સુધારવાનું નામ નથી લઇ રહ્યો! 5મી ટેસ્ટમાં ફરી એ જ રીતે આઉટ થયો

વિરાટ કોહલીએ પણ વિચારવું જોઈએ:
રોહિત શર્માના નિર્ણય બાદ, ત્યારે વિરાટ કોહલીના વલણ પર સવાલ ઉઠી રહ્યા છે. વિરાટ સતત ફ્લોપ જઈ રહ્યો છે, ત્યારે તે પણ ડ્રોપ લઇને યુવા ખેલાડીને તક આપી શક્યો હતો. પરંતુ તેણે એવું ન કર્યું, આ મેચમાં પણ તે માત્ર 17 રન બનાવીને આઉટ થયો, તેણે ફરી અગાઉ કરેલી જ ભૂલ કરી. સોશિયલ મીડિયા પર કોહલીની ટીકા થઇ રહી છે, કેટલાક યુઝર્સ તેણે સ્વાર્થી અને સ્વકેન્દ્રી ગણાવી રહ્યા છે.

વર્ષ 2024માં કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર એક જ સદી ફટકારી છે. ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં પણ તેણે એક સદી સિવાય ચાહકોને નિરાશ કર્યા છે અને તેણે મહત્વની સ્થિતિમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button