પિતાની પ્રાર્થના ફળી, નીતીશ રેડ્ડી સેન્ચુરી ફટકારવામાં સફળ
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટ (બૉક્સિંગ-ડે ટેસ્ટમાં)માં અહીં ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાને મળેલા બે કાબેલ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (103 નોટઆઉટ, 172 બૉલ, એક સિક્સર, દસ ફોર) અને વોશિંગ્ટન સુંદર (162 બૉલમાં 50 રન)ની જોડીએ ભારતને ફૉલો-ઑનમાંથી ઉગારી લીધું હતું, ખાસ કરીને 21 વર્ષીય નીતીશે યાદગાર સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં (ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં) પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી લીધું હતું. તેના પિતાએ મેલબર્નના સ્ટેડિયમમાં 80,000-પ્લસ પ્રેક્ષકોની વચ્ચે બેસીને પુત્રની સેન્ચુરી માણી હતી.
નીતીશના પિતા જયારે તેમનો પુત્ર સદીની લગોલગ હતો ત્યારે સતતપણે પ્રાર્થના કરી રહેલા જોવા મળ્યા હતા.
નીતિશે સદી પૂરી કરી ત્યારે તેના પિતા ખુશખુશાલ હાલતમાં રડી પડ્યા હતા અને તાળીઓથી પુત્રની સદી વધાવી લીધી હતી.
આ પણ વાંચો…મેલબર્નમાં ભારત `બૅક ફૂટ પર’: પરાજય ટાળવા સંઘર્ષ કરવો પડશે
નીતીશની સદી વખતે ભારતનો સ્કોર નવ વિકેટે 355 રન હતો.
આ સિરીઝમાં ભારતીયોમાં નીતીશ 280-પ્લસ રન સાથે મોખરે છે.
ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 474 રન હતો.