IND VS AUS: બીજી ટવેન્ટી-20માં ઓસ્ટ્રેલિયાને ભારતે 44 રને હરાવ્યું
જયસ્વાલ, ગાયકવાડ અને ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ
થિરુવનંતપુરમઃ અહીંના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં બીજી ટ્વેન્ટી-ટવેન્ટી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટરો આક્રમક બેટિંગ કરી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્ય કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે બેટિંગ અને મજબૂત બોલિંગ કરતા સતત બીજી ટવેન્ટી-ટવેન્ટી મેચ ભારત 44 રને જીત્યું હતું.
આજની બીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે વિજય થયો હતો. 236 રન ચેઝ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર નિષ્ફળ રહ્યા હતા, જેમાં સ્ટીમ સ્મિથ, મેટ શોર્ટ, જોશ ઇંગ્લિશ અને ગ્લેન મેક્સવેલ સસ્તામાં આઉટ થયા હતા. ટિમ ડેવિડ આક્રમક રમત રમ્યો હતો, જેમાં 23 બોલમાં 43 રન ફટકાર્યા હતા, જ્યારે મુકેશ કુમારે માર્કસ સ્ટોઈનીસની વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાવતીથી સ્ટોઈનસે 25 બોલમાં 45 આક્રમક રન કર્યા હતા. વિકેટ કીપર કમ સુકાની મેથ્યુ વેડ પણ છેલ્લે સુધી રમ્યો હતો પણ તેની લડત નિષ્ફળ રહી હતી. કાંગારુ 20 ઓવરમાં ફક્ત 191 રન કરી શકયા હતા, તેથી 44 રને હાર્યા હતા.
સ્ટોઈનસ અને ડેવિડની ભાગીદારી તૂટ્યા પછી તબક્કાવાર વિકેટ પડી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 35, બીજી 39, 53 રને ત્રીજી, ચોથી વિકેટ 58 રને, 139 રને પાંચમી, 148 રને છઠ્ઠી (સ્ટોઈનસ), 149 રને સીન એબોટ, 152 રને એન એલિસની આઠમી, 155 રને નવમી વિકેટ આદમ જમ્પાની પડી હતી.
ટીમ ઈન્ડિયાના બોલર રવિ બિશ્નોઈ (3) અને પ્રસિદ્ધ કિષ્ણા(3)એ સૌથી વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને મુકેશ કુમારે મહત્ત્વની વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવ્યો હતો. આજે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવીને 235 રન કર્યા હતા.
ભારત તરફથી ત્રણ બેટરે શાનદાર અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 53 રન (નવ ચોગ્ગા, બે સિક્સર 25 બોલ), ઋતુરાજ ગાયકવાડે 58 રન (બે સિક્સર, ત્રણ ચોગ્ગા) અને ઈશાન કિશને 52 રન (32 બોલ) ફટકાર્યા હતા. અંતે રિંકુ સિંહે નવ બોલમાં 31 રન (બે સિક્સર અને ચાર ચોગ્ગા)ની સ્ફોટક ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે ત્રણ વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઇનિસને એક વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયા સામે ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 20 સપ્ટેમ્બર 2022ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં 6 વિકેટે 211 રન કર્યા હતા. એકંદરે ટી-20 ઈન્ટરનેશનલમાં આ પાંચમો સૌથી મોટો સ્કોર છે.
આજની મેચમાં ભારતીય ટીમ તરફથી ત્રણ શાનદાર અડધી સદી ફટકારવામાં આવી હતી. પ્રથમ યશસ્વી જયસ્વાલે 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની બીજી અડધી સદી છે. યશસ્વી 25 બોલમાં 53 રન કરીને આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશન અને પછી ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી હતી.
ઇશાન કિશને 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી અને બીજી વિકેટ માટે ઋતુરાજ ગાયકવાડ સાથે 58 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ઋતુરાજે 43 બોલમાં સૌથી વધુ 58 રનની ઇનિંગ રમી હતી. અંતે રિંકુ સિંહે 9 બોલમાં 31 રન કર્યા હતા. સૂર્યકુમાર 19 રન કરી આઉટ થયો હતો. પાંચ ટવેન્ટી-ટવેન્ટી મેચ પૈકી બે મેચ પૈકી પહેલીમાં 200 રનનો સ્કોર અચીવ કર્યો હતો, જ્યારે આજની મેચમાં આ વર્ષમાં 235 રનનો સર્વોચ્ચ સ્કોર પણ નોંધાવ્યો હતો.