‘…નહીંતર બહાર બેસાડી દઈશ’ ગૌતમ ગંભીરે હર્ષિત રાણાને આવી ચેતવણી કેમ આપી?

મુંબઈ: ઓસ્ટ્રેલીયા સામેની ODI સિરીઝ માટે ફાસ્ટ બોલર હર્ષિત રાણાની પસંદગી કરવામાં આવતા સોશિયલ મીડિયા પર BCCIના ચીફ સિલેક્ટર્સ અને હેડ કોચ ગૌતમ ગંભીરની ટીકા કરવામાં આવી હતી. એવા આરોપો લગાવવામાં આવ્યા હતાં કે ગંભીર સાથે સારા સંબંધોને કારણે રાણાને ટીમમાં સ્થાન (Harshit Rana-Gautam Gambhir) મળ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેણે પોતાના પ્રદર્શનથી ટીકાકારોને જવાબ આપ્યો હતો, એવામાં હર્ષિતના બાળપણના કોચ શ્રવણ કુમારે મોટો ખુલાસો કર્યો છે.
હર્ષિતના બાળપણના કોચ શ્રવણ કુમારે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું જે ગંભીરે હર્ષિતને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે “પર્ફોર્મ કર, વરના બહાર બીઠા દુંગા”
શ્રવણ કુમારે કહ્યું, “હર્ષિતે મને ફોન કર્યો અને કહ્યું કે તે તેના પ્રદર્શનથી ટીકાકારોનું મોઢું બંધ કરવા માંગે છે. મેં ફક્ત એટલું જ કહ્યું, ‘પોતાના પર વિશ્વાસ રાખ.’ ગંભીરને પ્રતિભાને ઓળખતા આવડે છે. તેણે ઘણા ક્રિકેટરોને સમર્થન કર્યું છે. હકીકતમાં ગંભીરે હર્ષિતને ઠપકો આપ્યો. ગંભીરે તેને કહ્યું હતું કે પ્રદર્શન કર, નહીંતર બહાર બેસાડી દઈશ.”
શ્રવણે ભારતના 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતે હર્ષિત વિરુદ્ધ કરેલી કમેન્ટની પણ ટીકા કરી.
હર્ષિતનું પ્રદર્શન:
સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODIમાં હર્ષિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 8.4 ઓવરમાં 39 રન આપીને ચાર વિકેટ લીધી. એડિલેડમાં રમાયેલી બીજી ODIમાં તેને સારી બેટિંગ કરી હતી, તેણે 18 બોલમાં 24 રન બનવ્યા હતાં, જેને કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે લડાયક સ્કોર મૂકી શકી હતી. આ પ્રદર્શનથી હર્ષિતે ટીકાકારોને જવાબ આપ્યા છે.
આપણ વાંચો: રોહિતે કોહલીનો રેકૉર્ડ તોડ્યો, વિરાટે સચિનનો વિક્રમ બ્રેક કર્યો



