સ્પોર્ટસ

IND vs AUS: ‘હું રોહિત-વિરાટથી અલગ છું…’ કેપ્ટન બુમરાહે ફાસ્ટ બોલર્સ અંગે કહી આ મહત્વની વાત

પર્થ: ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની પહેલી મેચ નહીં રમે, તેની ગેર હાજરીમાં વાઈસ કેપ્ટન જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) પર્થ ટેસ્ટમાં ટીમની આગેવાની કરશે. બુમરાહે સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, આ દરમિયાન તેણે ફાસ્ટ બોલરને કેપ્ટન બનાવવાની હિમાયત કરી હતી.

‘હું રોહિત-વિરાટથી અલગ છું’:
બુમરાહે પોતાને વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા અલગ ગણાવ્યો હતો. બુમરાહે તેની કેપ્ટનશિપની શૈલી રોહિત અને કોહલીથી અલગ ગણાવી હતી. બુમરાહે કહ્યું કે તેની કેપ્ટનશિપની પોતાની રીત છે.

પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહે કહ્યું, “ટીમની આગેવાની કરવી સૌભાગ્યની વાત છે. મારી પોતાની રીત છે. વિરાટ અલગ છે, રોહિત અલગ છે અને મારી પોતાની અલગ રીત છે. હું કેપ્ટનશીપને એક પદ તરીકે જોતો નથી. મને જવાબદારી લેવી ગમે છે.”

બુમરાહે વધુમાં કહ્યું કે, “મેં પહેલા રોહિત સાથે વાત કરી હતી. પરંતુ અહીં આવ્યા બાદ મને કેપ્ટનશિપ વિશે થોડી સ્પષ્ટતા થઇ.”

ફાસ્ટ બોલર વધુ સારા કેપ્ટન હોય છે:
બુમરાહે કહ્યું કે ફાસ્ટ બોલરો વધુ સારા કેપ્ટન હોય છે. પેટ કમિન્સનું ઉદાહરણ આપતા તેણે જણાવ્યું કે તે કેવી રીતે અદ્ભુત કામ કરી રહ્યો છે. બુમરાહે કહ્યું, “મેં હંમેશા ફાસ્ટ બોલરોને કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે. તેઓ વધુ સ્માર્ટ હોય છે. પેટે શાનદાર કામ કર્યું છે. ભૂતકાળમાં કપિલ દેવ જેવા ઘણા ઉદાહરણો છે. પણ આશા છે કે નવી પરંપરા શરૂ થશે.”

Also Read – ‘થોડું જ્ઞાન પોતાના માટે પણ સાચવીને રાખો…’, મોહમ્મદ શમીએ સંજય માંજરેકરને ફટકાર લગાવી

બુમરાહે 2022માં કેપ્ટનશીપ સંભાળી હતી:
જસપ્રીત બુમરાહે 2022માં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. ટીમ ઈન્ડિયાએ 2022માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભારતની કમાન સંભાળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે બુમરાહ કેવી કેપ્ટનશીપ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button