IND vs AUS: છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, 19 વર્ષના ખેલાડીને તક મળી

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રોમાંચક તબક્કામાં (Border Gavaskar Trophy) પહોંચી ગઈ છે, હાલ સિરીઝ 1-1થી બરાબર છે અને હજુ બે મેચ બાકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે (Australian cricket team) ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમમાં 19 વર્ષના બેટ્સમેનને સામેલ કર્યો છે. આ ઉપરાંત અનુભવી ખેલાડીને પણ ત્રણ વર્ષ બાદ ટીમ સ્થાન મળ્યું છે.
નાથન મેકસ્વીનીને પડતો મુકાયો:
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં જ ડેબ્યું કરનાર ઓપનર નાથન મેકસ્વીનીને પડતો મુક્યો છે. તેના સ્થાને 19 વર્ષીય સેમ કોન્સ્ટાસને ટીમમાં જગ્યા આપવામાં આવી છે, તેને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયાના હેડ સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે, સેમને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની બેટિંગ શૈલી અલગ છે. અમને વિશ્વાસ છે કે નાથનમાં ક્ષમતા છે અને ભવિષ્યમાં તેને ટેસ્ટ ક્રિકેટમાં વધુ તક મળશે. તેને બહાર રાખવાનો નિર્ણય મુશ્કેલ હતો.
પર્થમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર 25 વર્ષીય મેકસ્વીની એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો અને તેણે છ ઇનિંગ્સમાં 10, 0, 39, 10 અણનમ, 9 અને 4 રન બનાવ્યા હતા.
આ ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું:
આ સિવાય ત્રણ વર્ષ બાદ ફાસ્ટ બોલર જે રિચર્ડસનને ટીમમાં તક મળી છે. સીન એબોટ પણ ટીમમાં પરત ફર્યો છે. તસ્માનિયાના અનકેપ્ડ ઓલરાઉન્ડર બેઉ વેબસ્ટરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સ્કોટ બોલેન્ડને તક મળશે.
Also Read – બૉક્સિંગ-ડે ટેસ્ટ તમારી થોડી ઊંઘ બગાડશે, મૅચનો સમય બહુ વહેલો છે
ઓસ્ટ્રેલિયન ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ઝે રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ ( વાઇસ-કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.