.. તો સિડનીમાં ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હારશે, જાણો કારણ?
મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)માં ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતિમાં છે, સિરીઝની ચાર મેચમાંથી ભારતીય ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે અને 2 મેચમાં હાર મળી છે, જ્યારે એક મેચ ડ્રો રહી. હવે સિરીઝની છેલ્લી મેચ સિડની(Sydney Test)માં રમાશે, સિરીઝ હારવાથી બચવા ભારતીય ટીમ માટે આ મેચ જીતવી ખુબ જ અગત્યની છે. એવામાં ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર છે. મેચ દરમિયાન વરસાદ પાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ દિવસે પડી શકે છે વરસાદ:
ભારતીય ટીમ સિડની ટેસ્ટમાં પોતાની સંપૂર્ણ તાકાત સાથે રમાવાનો પ્રયાસ કરશે. પરંતુ સિડની ટેસ્ટમાં ભારતીય ટીમ માટે હવામાન મોટો પડકાર ઉભો કરી શકે છે. સિડની ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ 3 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ચોથા અને 5મા દિવસે વરસાદ પડી શકે છે. મેચ શરૂ થવાના એક દિવસ પહેલા પણ વરસાદ પાડવાની શક્યતા છે, જેની અરસ પ્લેઇંગ કંડીશન પર પણ પડી શકે છે.
હવામાન પર નજર રાખતી એક વેબસાઇટના અહેવાલ અનુસાર, 2 જાન્યુઆરીએ સિડનીમાં વરસાદની 57 ટકા શક્યતા છે. આ પછી, આગામી 4 દિવસ સુધી વરસાદની ખાસ શક્યતા છે, પરંતુ સિડની ટેસ્ટના છેલ્લા દિવસે એટલે કે 7મી જાન્યુઆરીએ વરસાદની શક્યતા 80 ટકા છે. જો વરસાદ પડશે તો મેચ ડ્રો થઈ શકે છે, જે ભારતીય ટીમની આશા પર પાણી ફેરવી શકે છે.
ભારત માટે જીત કેમ અગત્યની:
જો આ મેચ ડ્રો થશે તો ભારતીય ટીમ સિરીઝ હારી જશે અને સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન(WTC)ના ફાઈનલમાં પ્રવેશવાની આશા પર પણ પૂર્ણવિરામ મુકાઈ જશે.
ટીમ ઈન્ડિયાએ સિરીઝ શરૂઆત જીત સાથે કરી હતી, બીજા મેચમાં ભારતને હાર મળી, ત્રીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો રહી, જયારે ચોથી મેચમાં હાર મળી. આમ 4 ટેસ્ટ મેચ બાદ યજમાન ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં સિડનીમાં રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
Read This Also…ઉથપ્પાએ નવા વર્ષમાં નહીં જવું પડે જેલમાં, ન્યૂ યર પહેલાં ધરપકડ ટળી
WTCના ફાઈનલમાં પ્રવેશવા ભારતીય ટીમે સિડની ટેસ્ટ દરેક કિંમતે જીતવી પડશે અને પછી આશા રાખવી પડશે કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પ્રવાસમાં એક પણ મેચ ના જીતે . જો કે, જો સિડની ટેસ્ટ ડ્રો થશે તો ભારતીય ટીમની આશા પર પાણી ફરી વળશે કારણ કે શ્રીલંકામાં બંને ટેસ્ટ હાર્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે.