IND vs AUS 1st Test: ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ફરી ફેલ; લંચ સુધી મેચના હાલ

પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં (IND vs AUD 1st Test) રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ઇનિંગની શરૂઆત સારી નથી રહી. લંચ સુધીમાં ભારતનો સ્કોર 51 રન પર 4 વિકેટ છે.
ચાર બેટ્સમેન આઉટ:
ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ મિચેલ સ્ટાર્કના બોલ પર આઉટ થયો. જ્યારે ત્રીજા નંબરે શુભમન ગિલની જગ્યાએ રમવા આવેલો દેવદત્ત પડિકલ પણ શૂન્યના સ્કોર પર આઉટ થયો. ત્યાર બાદ વિરાટ કોહલી બેટિંગ માટે આવ્યો, ભારતને તેની પાસે ઘણી આશા હતી પરંતુ વિરાટ માત્ર 5 રન બનાવીને જ આઉટ થઇ ગયો, વિરાટ કોહલી જોશ હેઝલવુડના બોલ પર આઉટ થયો, ત્યાર બાદ કેએલ રાહુલ પણ 26 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.
હાલમાં ઋષભ પંત 10 રન અને ધ્રુવ જુરેલ 4 રન સાથે પીચ પર છે. ભારતને આ બંને યુવા ખેલાડીઓ પાસેથી ઘણી આશા છે.
Also Read – પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂ
પર્થ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગના પ્રથમ સત્રમાં ઓસ્ટ્રેલીયન ટીમે ભારત પર સંપૂર્ણ પકડ બનાવી છે. મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે અત્યાર સુધીમાં 2-2 વિકેટ લીધી છે. ભારતીય ટીમને આખો દિવસ ટકવું મુશ્કેલ બની શકે છે.
ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ડેબ્યૂ કર્યું હતું. વિરાટ કોહલીએ નીતિશ રેડ્ડીને ટેસ્ટ કેપ સોંપી. રવિચંદ્રન અશ્વિને હર્ષિત રાણાને ડેબ્યૂ કેપ આપી. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.