સ્પોર્ટસ

ટી-૨૦ સિરીઝમાં ન્યૂઝીલેન્ડના ઘરઆંગણે સૂપડાં સાફ, ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી જીતી સિરીઝ

ન્યૂ ઝીલેન્ડનો વ્હાઈટ વોશ: ઑસ્ટ્રેલિયાએ ન્યૂ ઝીલેન્ડમાં રમાયેલી ટી-૨૦ ક્રિકેટની સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડને ૩.૦થી હરાવ્યા પછી ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

ઓકલેન્ડ: ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટી-૨૦ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. ઓકલેન્ડમાં રમાયેલી ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લૂઈસ હેઠળ કીવી ટીમને ૨૭ રનથી હરાવ્યું હતું. ઓકલેન્ડમાં વરસાદના કારણે મેચ ૧૦-૧૦ ઓવરની કરવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. કાંગારૂ ટીમે બીજી ઓવરના ત્રીજા બોલ પર સ્ટીવ સ્મિથ (૦૪)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ટ્રેવિસ હેડ અને મેથ્યુ શોર્ટે ઇનિંગને સંભાળી હતી. શોર્ટ બાદ મેક્સવેલ ક્રિઝ પર આવ્યો હતો. આ પછી ટ્રેવિસ ૧૦મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો અને પછીની ઓવરમાં વરસાદે વિક્ષેપ કર્યો અને ઓસ્ટ્રેલિયા ફરીથી બેટિંગમાં આવી શક્યું નહીં.

વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા માત્ર ૧૦.૪ ઓવર જ રમી શક્યું અને આ દરમિયાન તેણે ૧૧૮ રન કર્યા હતા. વરસાદ બાદ ન્યૂઝીલેન્ડ બેટિંગ કરવા આવ્યું અને તેને ૧૦ ઓવરમાં ૧૨૬ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વિકેટ ગુમાવી ૯૮ રન જ કરી શકી હતી.

૧૦ ઓવરમાં ૧૨૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડને બીજી ઓવરના ચોથા બોલ પર વિલ યંગના રૂપમાં પહેલો ફટકો પડ્યો હતો. જે ૭ બોલમાં ૧૪ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં ટિમ સેફર્ટ (૦૨) આઉટ થયો હતો. આ રીતે કિવી ટીમે ૨૯ રનના સ્કોર પર ૨ વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન ફિલિપ્સ અને માર્ક ચેપમેને ચોથી વિકેટ માટે અણનમ ૪૭ રનની ભાગીદારી કરી હતી પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button