IML T20 2025 Final: તેંડુલકર અને લારા વચ્ચે મહામુકાબલો; જાણો ક્યાં જોઈ શકાશે મેચ…

રાઈપુર: આજે રવિવારે રાયપુરના SVNS સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) T20 ની પહેલી સિઝનની ફાઈનલ મેચ (IML T20 2025 Final) રમાશે, આ મેચ ક્રિકેટ ચાહકો માટે ખુબ જ ખાસ રહેવાની છે. કારણ કે ક્રિકેટના ઈતિહાસના બે મહાન ખેલાડીઓ આજે આમને સામને હશે.
Also read : IML: યુવરાજ સિંહે 7 છગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી; ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
IML 2025ની ફાઈનલ મેચ ઇન્ડિયા માસ્ટર્સ (IND M) અને વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ (WI M) વચ્ચે રમાશે. એક તરફ ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) હશે તો બીજી તરફ મહાન બેટર બ્રાયન લારા (Brian Lara0 હશે.
બંને ટીમો IML 2025 ની ફાઇનલ મેચ માંટે તૈયારી કરી રહી છે, ત્યારે ચાહકોને તેંડુલકર અને લારા વચ્ચેની સ્પર્ધાની યાદો તાજી થશે. ગ્રુપ સ્ટેજ તેંડુલકર આરામ પર હોવાથી બંને સમસામે જોવા મળ્યા ન હતાં.
ટુર્નામેન્ટમાં IND M નું પ્રદર્શન:
ટુર્નામેન્ટની પહેલી સિઝનમાં ઇન્ડિયા માસ્ટર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમને ગ્રુપ સ્ટેજની પાંચ મેચમાંથી માત્ર ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે જ હારી મળી હતી, પરંતુ ઇન્ડિયા માસ્ટર્સે આ હારનો પણ બદલો લીધો. ગુરુવારે પ્રથમ સેમિફાઇનલમાં ઇન્ડિયા માસ્ટર્સે શેન વોટસનની આગેવાની હેઠળની AUS M ટીમને હાર આપી, આ સાથે જ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો.
ગ્રુપ સ્ટેજમાં IND Mએ શ્રીલંકા માસ્ટર્સ સામે ચાર રનથી જીત મેળવી, ત્યાર બાદ ઈંગ્લેન્ડ માસ્ટર્સ સામે નવ વિકેટથી જીત મેળવી. દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ સામે IND Mએ 8 વિકેટ જીત મેળવી, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે ટીમને હાર મળી. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને 7 રનથી હરાવીને IND M ગ્રુપ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી.
ટુર્નામેન્ટમાં WI M નું પ્રદર્શન:
બીજી તરફ, વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને ઇંગ્લેન્ડ માસ્ટર્સ સામે સતત જીત મેળવી ટુર્નામેન્ટની શરૂઆત કરી. ત્યાર બાદ ટીમની શ્રીલંકા માસ્ટર્સ અને ઇન્ડિયા માસ્ટર્સ સામે હાર થઇ. અંતિમ ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ સામે 29 રનથી જીત મેળવીને, તેઓએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું. સેમિફાઇનલમાં ટીમે શ્રીલંકા માસ્ટર્સને છ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
ક્યાં જોઈ શકાશે મેચ?
IML T20 ની ફાઇનલ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ 7 વાગ્યે થશે. આ મેચનું લાઇવ પ્રસારણ કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ ચેનલો પર કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે.
Also read : IPL 2025 ના પહેલા હાફમાં આ સ્ટાર ખેલાડીઓ નહીં રમી શકે! આ ફ્રેન્ચાઈઝીઓની ચિંતા વધી…
ઇન્ડિયા માસ્ટર્સ ટીમ:
અંબાતી રાયડુ (વિકેટકીપર), સચિન તેંડુલકર (કેપ્ટન), પવન નેગી, યુવરાજ સિંહ, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, ગુરકીરત સિંહ માન, વિનય કુમાર, શાહબાઝ નદીમ, ધવલ કુલકર્ણી, નમન ઓઝા, સૌરભ તિવારી, અભિમન્યુ મિથુન, રાહુલ શર્મા.
વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ સ્ક્વોડ:
ડ્વેન સ્મિથ, વિલિયમ પર્કિન્સ, લેન્ડલ સિમન્સ, બ્રાયન લારા (કેપ્ટન), ચેડવિક વોલ્ટન, દિનેશ રામદીન (વિકેટકીપર), એશ્લે નર્સ, ટીનો બેસ્ટ, જેરોમ ટેલર, સુલેમાન બેન, રવિ રામપોલ, કિર્ક એડવર્ડ્સ, જોનાથન કાર્ટર, ફિડેલ એડવર્ડ્સ, નરસિંહ દેવનારીન.