Team Indiaના સ્ટાર પ્લેયર Virat Kohliને આપણે સૌ કોઈ પ્રેમથી King Kohli કહીને બોલાવીએ છીએ. પરંકુ હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા Virat Kohliએ ફેન્સને અપીલ કરી હતી કે તેઓ તેને King કહીને ના બોલાવે… આવો જોઈએ આખરે Viratએ ફેન્સને કેમ આવું કરવાની ના પાડી…
હાલમાં જ Royal Challengers Bangloreએ પોતાની નવી જર્સીનું ખૂબ જ શાનદાર અનબોક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફ્રેન્ચાઈઝી દ્વારા પોતાની ટીમનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરી દીધું છે. આ જ ઈવેન્ટમાં Virat Kohliએ ફેન્સને એવી અપીલ કરી હતી કે પ્લીઝ મને કિંગ કહીને ના બોલાવો. એટલું જ નહીં પણ Virat Kohliએ આગળ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે પણ લોકો મને આ રીતે બોલાવે છે તો મને સંકોચ થાય છે, શરમ આવે છે…
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો નવી જર્સીના લોન્ચ પહેલાં જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે બીજા બાળક અકાયના જન્મ પછી ક્રિકેટના મેદાન પર એને કેવું લાગી રહ્યું છે. Virat Kohli આ સવાલનો જવાબ આપી જ રહ્યો હતો ત્યારે આખું સ્ટેડિયમ કોહલી કોહલીના શોરથી ગૂંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં એવો માહોલ થયો કે Virat Kohliએ ફેન્સને એને બોલવા દેવાની અપીલ કરવી પડી. એ સમયે કોહલીએ પોતાના ફેન્સને કિંગ કહીને ના બોલાવવાની રિક્વેસ્ટ પણ કરી હતી.
કોહલીએ ફેન્સને કહ્યું હતું કે ટીમને અનબોક્સના ઈવેન્ટ બાદ ચેન્નઈ માટે સાંજે ચાર્ટર ફ્લાઈટ પણ પકડવાની છે અને એટલે જ આપણી પાસે બહુ વધુ સમય નથી. અત્રે ઉલ્લેખનીય છે કે IPL-2024ની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK Vs RCB વચ્ચે 22મી માર્ચના પહેલી મેચ રમાવવાની છે.
RCBમી ટીમ IPLની 16 સિઝન રમી ચૂકી છે પરંતુ એક પણ વખત ટાઈટલ જિતી શકી નથી. Virat Kohliની કેપ્ટનશિપ હેઠળ ટીમ એક વખત ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી પણ ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજયનો સામનો દકરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં આ સિઝનમાં તો ટ્રોફી RCBને મળે એવી ફેન્સની, ટીમ મેનેજમેન્ટની ઈચ્છા ચોક્કસ જ હશે…