નવી દિલ્હીઃ ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીમાં તમામ હરીફ ટીમો સામે ધમાકેદાર પ્રદર્શન રહ્યું છે, ત્યારે અત્યારથી ક્રિકેટના રસિયાઓની નજર ભારતની જીત પર ટકેલી છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે તો ભારત જીતે એની હવે કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યૂઝરે ભારતના ભૂતપૂર્વ પેસ બોલર ઈરફાન પઠાનને સવાલ કરીને ફરી ચર્ચામાં આવી ગયો છે.
વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાન ટીમે પાકિસ્તાનને વન-ડે ઈતિહાસમાં પહેલી વખત હરાવવાનું પરાક્રમ કર્યું હતું. આ જીત પછી મેદાનમાં ભારતીય ક્રિકેટર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટર કમ કમેન્ટટર ઈરફાન ખાન મેદાનમાં મસ્ત ડાન્સ કર્યો હતો, ત્યારબાદ તેની સાથે રાશિદ ખાને પોતાના સાથી ખેલાડીઓની સાથે મોજથી ડાન્સ કર્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયો હતો. હવે ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાનને એક્સ (ટવિટર) પર એક યૂઝરે સવાલ કર્યો હતો કે અગર ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી તો કૌન સે સોંગ પર ડાન્સ કરોંગે?
યૂઝરને પણ ઈરફાન પઠાને કોઈ પણ પળનો વિલંબ કર્યા વિના મસ્ત જવાબ આપ્યો છે. ઈરફાને લખ્યું હતું ‘વો જીત પે તો જશ્ન-જશ્ન બોલે બનતા હૈ.’ હવે આ જવાબ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
ઈરફાન પઠાને જવાબ લખ્યા પછી તેના જવાબ લોકોને પસંદ પડી ગયો છે, જ્યારે તેના પર પણ લોકો પ્રતિક્રિયા આપી હતી. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં છ મેચમાંથી છ મેચ જીત્યા પછી પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી છે.
રહી વાત વન-ડે વર્લ્ડ કપ મેચની તો ભારતનું સેમી ફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સુકાની રોહિત શર્માની આગેવાની હેઠળની ડ્રીમ ઈલેવન કરોડો ભારતીયનું સપનું સાકાર કરે છે કે નહીં. આપણે પણ ટીમ ઈન્ડિયાને આપી દઈએ એડવાન્સમાં ચક દે ઈન્ડિયા.