સ્પોર્ટસ

પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી; આઈસલેન્ડ અને યુગાન્ડાએ આવી મજાક ઉડાવી

બાંગ્લાદેશના સર્મથનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માંથી ખસી જવાની ચીમકી ઉચ્ચારી છે, હજુ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી આવ્યો. એવામાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ક્રિકેટ ટીમની ખુબ મજાક ઉડાવવામાં આવી રહી છે. આઈસલેન્ડ અને યુગાન્ડાએ હવે X પર પોસ્ટ કરીને T20 વર્લ્ડ કપ 2026માં જોડવા તૈયાર હોવાનું જણાવ્યું છે.

રમુજી પોસ્ટ માટે જાણીતા આઈસલેન્ડ ક્રિકેટના X હેન્ડલ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે, અમે ખૂબ જ ભારે હૃદય સાથે જાહેર કરી રહ્યા છીએ, આગામી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જગ્યાએ અમે નહીં રમી શકીએ, ભલે તેઓ હવે ખસી જાય કે રમવાનો નિર્ણય કરે. આટલા ટૂંકા ગાળામાં અમારી ટીમ માટે તૈયારી કરવી અશક્ય છે. અમે સ્કોટલેન્ડ જેવા નથી અને કિટ સ્પોન્સર વિના આવી શકીએ છીએ.”


આઈસલેન્ડ ક્રિકેટે લખ્યું, “ખેલાડીઓ પોતાનો વ્યવસાય છોડી શકે એમ નથી, અમારા કેપ્ટન એક વ્યાવસાયિક બેકર છે, તેમને ઓવનની સંભાળ રાખવાની છે, આમાર ટીમના ખલાસીને પોતાના જહાજનું સંચાલન કરવાની જરૂર છે, અને ટીમના બેંકર ખેલાડીઓને (ફરીથી) નાદાર થવાનું છે. રમતના પ્રેમીઓ સામે આ કઠોર વાસ્તવિકતા છે.”

આઈસલેન્ડ ક્રિકેટે પોસ્ટના અંતે લખ્યું કે અમારી મજબુરીઓને કારણે કદાચ યુગાન્ડાનો ફાયદો થશે, અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. જો તમને વાઈની તકલીફ ન હોય તો કીટ ચૂકી ન જતાં.

આઈસલેન્ડ બાદ ક્રિકેટ યુગાન્ડાએ X પર પોસ્ટ કરીને લખ્યું, “જો T20 વર્લ્ડ કપમાં જગ્યા મળે, તો યુગાન્ડા તૈયાર છે – પેક્ડ અને પેડેડ. કોઈ બેકર્સ ઓવન કે જહાજોને યુ-ટર્નિંગ છોડવાની જરૂર નથી. અમે બોલ્ડ કીટ લાવીશું.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button