ICCની નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર: યશસ્વી જયસ્વાલને મોટું નુકસાન, જાણો હવે કયા ક્રમે?

મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC) એ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતના ઓપનીંગ બેટર યશસ્વી જયસ્વાલને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નુકશાન પહોંચ્યું છે. જોકે, ટોપ 10 ટેસ્ટ બેટરમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.
નવી ટેસ્ટ બેટર રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો જો રૂટ 908 ના રેટિંગ સાથે નંબર વન પર અડીખમ છે. ઇંગ્લેન્ડનો હેરી બ્રુક 868 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 850 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલીયાનો સ્ટીવ સ્મિથ 816 ના રેટિંગ સાથે ચોથા સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા એક સ્થાનની છલાંગ લગાવીને પાંચમા સ્થાને આવી ગયો છે, તેની રેટિંગ 790 છે. શ્રીલંકાનો કામેન્દુ મેન્ડિસે પણ એક સ્થાન ઉપર આવીને 6ઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે, તેનું રેટિંગ 781 છે.
જયસ્વાલને બે સ્થાનનું નુકશાન:
ભારતના યશસ્વી જયસ્વાલને બે સ્થાનનું નુકશાન પહોંચ્યું છે, તે 5મા થી 7મા ક્રમે આવી ગયો છે, તેનું રેટિંગ 779 છે. ભારતનો ઋષભ પંત 761 રેટિંગ સાથે 8મા ક્રમે છે, જ્યારે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ 748 રેટિંગ સાથે 9મા ક્રમે છે, ઇંગ્લેન્ડનો બેન ડકેટ 747 રેટિંગ સાથે 10મા ક્રમે છે.
જયસ્વાલને નુકશાન કેમ થયું?
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, તે 54 બોલમાં ફક્ત 36 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમે આ ઇનિંગ્સથી જીતી તેથી જયસ્વાલે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક ના મળી, એવું માનવામાં આવી રહ્યું છે, આ પ્રદર્શનને કારણે જયસ્વાલને નુકશાન પહોંચ્યું છે, જોકે એવું નથી.
આજે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં 2 ઓક્ટોબર સુધીના જ આંકડા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝની પહેલી મેચના આંકડા ધ્યાનમાં લેવમાં આવ્યા નથી. સિરીઝની બીજી અને અંતિમ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે, જેમાં સારું પ્રદર્શન કરી જયસ્વાલ રેટિંગ સુધારી શકે છે.
આપણ વાંચો : ઓસ્ટ્રેલિયાના બે ક્રિકેટરને ઓસ્ટ્રેલિયન ટીમ છોડીને ટી-20માં જ રમવા 58 કરોડની ઓફર, બંનેએ શું આપ્યો જવાબ?