IND-W vs AUS-W સેમિફાઇનલ; ટીમ ઇન્ડિયા બદલો લેવા તૈયાર! આજે ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

IND-W vs AUS-W સેમિફાઇનલ; ટીમ ઇન્ડિયા બદલો લેવા તૈયાર! આજે ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

મુંબઈ: ભારતમાં રમાઈ રહેલા ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમાં રમશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે આ મોટો પડકાર હશે કેમ કે સામે સાત વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ હશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો વર્લ્ડ કપ જીતવા માટે પૂરી તાકાત લાગવી રહી છે, ત્યારે આ મેચ ખુબ જ રોમાંચક રહેશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે.

નોંધનીય છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ લીગ સ્ટેજ અજેય રહી છે, તે ભારતીય ટીમને હરાવી ચુકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ટાઈટલ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં લડાયક પ્રદર્શન કર્યું છે, ત્યારે ટીમ ઓસ્ટ્રેલીયા સામે હારનો બદલો લઇ શકે છે.

નોંધનીય છે કે વર્લ્ડ કપ શરુ થયો એ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે આવી હતી, ત્રણ મેચની ODI સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે 2-1થી જીત મેળવી હતી, પરંતુ એક મેચમાં ભારતીય ટીમે શાનદાર મેચ જીતી મેળવી હતી. સિરીઝની બીજી ODIમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 102 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ આજના મેચમાં આવ્યું જ પ્રદર્શન કરવા ઈચ્છશે.

કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
આજની સેમની સેમિફાઇનલ મેચ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, જેના અડધા કલાક પહેલા બપોરે 2:30 વાગ્યે ટોસ થશે.

ક્યા જોઈ શકશો મેચ?
ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025નું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થઇ રહ્યું છે. જ્યારે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ પર થશે.

આપણ વાંચો:  મૅચ ધોવાઈ ગઈ, પણ સૂર્યકુમારે મેળવી રોહિત જેવી આ મોટી સિદ્ધિ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button