ICC મહિલા વર્લ્ડ કપ 2025: ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં, ભારતની રસ્તો મુશ્કેલ

મુંબઈ: હાલ ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 રમાઈ રહ્યો છે, આ ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કામાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયન ટીમ અજેય રહી છે, ટીમે પ્રથમ પાંચ મેચમાંથી ચારમાં જીત મેળવી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઇ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે સેમિફાઇનલમાં સ્થાન નક્કી કર્યું છે. બીજી તરફ ભારતીય ટીમને સેમીફાઈનલમાં પહોંચવા સંઘર્ષ કરવો પડશે.
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સાત વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી છે, આ વર્ષે પણ ટીમ ટાઈટલ જીતવા માટે ફેવરીટ છે. ઓસ્ટ્રેલિયન ટીમ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ના સેમીફાઈનલમાંમાં પ્રવેશનાર પહેલી ટીમ બની છે. ICCની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલા પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયન ટીમ બાજુમાં “Q” (ક્વોલિફાઇ) લખવામાં આવ્યું છે.

પોઈન્ટ ટેબલની ટોચની ચાર ટીમો:
ટુર્નામેન્ટના પોઈન્ટ ટેબલમાં ભારતીય મહિલા ટીમ 4પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે,ભારતીય ટીમે 4 માંથી 2માં જીત મેળવી છે અને 2માં હાર મળી છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલીયા બાદ બીજા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ છે, બાકીની ત્રણ મેચોમાંથી એક જીત જીતવાની સાથે તે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. ત્રીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાની ટીમ છે, તેણે અત્યાર સુધી ચારમાંથી ત્રણમાં જીત મેળવી છે.
અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયન ટીમ જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે. લીગ સ્ટેજના અંતે, પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
સેમીફાઈનલ માટે ભારતનો રસ્તો:
ભારતીય ટીમને લીગ સ્ટેજમાં હજુ ત્રણ મેચ રમવાની બાકીની. ટીમને ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે. આ ત્રણમાંથી એક પણ મેચમાં હાર મળતા સેમિફાઇનલમાં પહોંચવાની ટીમની તકોને જોખમમાં મુકાઈ શકે છે.
ભારતીય ટીમ અગામી મેચ 19 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે રમશે.
આ પણ વાંચો…ICC મહિલા વર્લ્ડ કપમાં આજે ભારતની અગ્નિપરીક્ષા, 7 વખતની ચેમ્પિયન ટીમ મુકાબલો