ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં મોટી ઉથલપાથલ; ભારતના આ બેટરને 3 સ્થાનનું નુકશાન...

ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં મોટી ઉથલપાથલ; ભારતના આ બેટરને 3 સ્થાનનું નુકશાન…

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડરસન-તેંદુલકર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલથી શરુ થવાની છે. અત્યાર સુધી આ સિરીઝ ખુબ રસપ્રદ રહી છે, ભારતીય ટીમ સિરીઝમાં 1-2થી પાછળ છે. સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ પહેલા ICC એ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

ICC એ તૈયાર કરેલી નવી રેન્કિંગમાં 23 જુલાઈ સુધીના આંકડા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી જો રૂટ 904 રેટિંગ સાથે નંબર વન પર કાયમ છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ સાથે બીજા નંબર પર છે, જ્યારે ઇંગ્લેન્ડનો હેરી બ્રુક 834 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 816 રેટિંગ સાથે ચોથા સ્થાને છે.

ઋષભ પંતને ફાયદો:
દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાએ ઘણાં સમયથી ટેસ્ટ મેચ નથી રમી, છતાં તેને એક સ્થાનનો ફાયદો થયો છે, હવે તે 790 રેટિંગ સાથે 5 માં સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાનો કામેન્દુ મેન્ડિસે પણ એક સ્થાન ઉપર આવીને 6 ઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, તેનું રેટિંગ 781 છે. ભારતના ઋષભ પંતને પણ એક સ્થાનનો ફયદો મળ્યો છે, તે 776 ના રેટિંગ સાથે 7 મા સ્થાને પહોંચ્યો છે.

જયસ્વાલ નીચે સરક્યો:
ભારતના ઓપનીંગ બેટર યશસ્વી જયસ્વાલ ત્રણ સ્થાનનું નુકશાન ગયું છે, તે 769 રેટિંગ સાથે 8મા ક્રમે પહોંચી ગયો છે. ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ 9મા ક્રમે યથાવત છે, તેનું રેટિંગ 754 છે. ઇંગ્લેન્ડનો બેન ડકેટે એકસાથે પાંચ સ્થાનનો કુદકો માર્યો છે, તે 743ના રેટિંગ સાથે 10મા ક્રમે પહોંચી ગયો છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button