ICCએ ODI રેન્કિંગમાંથી રોહિત અને કોહલીનું નામ હટાવ્યું! નિવૃત્તિની અટકળોને વેગ મળ્યો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે, છેલ્લા ઘણા સમયથી એવી અટકળો લાગી રહી છે કે બંને વન ડે ઇન્ટરનેશનલ(ODI) માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે, એવામાં ICCએ આજે બુધવારે લેટેસ્ટ ODI મેન્સ બેટિંગ રેન્કિંગ જાહેર કરતા આ અટકળોને વેગ મળ્યો છે.
જાહેર કરવામાં આવેલી ICC ODI મેન્સ બેટિંગ રેન્કિંગમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ જોવા નથી મળી રહ્યું. અગાઉ જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં રહિત નંબર 2 અને વિરાટ નંબર 4 પર હતો.
આપણ વાંચો: રોહિત શર્મા અને વિરાટ કોહલીના કમબૅક વિલંબમાં?
આજે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં ટોપ 100 માં પણ વિરાટ કે રોહિતને સ્થાન નથી મળ્યું, જેના કારણે બંને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
આજે જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ભારતનો શુભમન ગિલ નંબર 1 પર છે, જ્યારે રોહિત અને કોહલીને અચાનક દૂર કરવાથી શ્રેયસ ઐયર નંબર 8 થી 6 નંબર પર પહોંચી ગયો છે.
રોહિત અને કોહલીને રેન્કિંગમાંથી દુર કરતા ચાહકો આશ્ચર્યમાં છે. બંને ખેલાડીઓએ હજુ સુધી નિવૃત્તિ અંગે કોઈ જાહેરાત કરી નથી. બંને લાંબા સમયથી ODIમાં નિષ્ક્રિય હોય એવું પણ નથી, બંને આ વર્ષે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની વિજેતા ટીમમાં હતા. છતાં બંને ખેલાડીઓને રેન્કિંગમાંથી શા માટે દૂર કરવામાં આવ્યા છે, તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યા નથી.
અચાનક બંનેને રેન્કિંગમાંથી દુર કરાતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમ થઇ ગયો છે.