આઇસીસી રૅન્કિંગમાં ફરી ઊથલપાથલ એક ભારતીયની લાંબી છલાંગ, બીજાને મેાટું નુકસાન
દુબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતની કારમી હાર બાદ આઇસીસીના ફરી એકવાર ટેસ્ટ-રૅન્કિંગ બહાર પડ્યા છે જેમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને મોટો ફાયદો થયો છે, પરંતુ ઓપનર યશસ્વી જયસ્વાલને થેાડું નુકસાન થયું છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી સિરીઝમાં ફ્લૉપ રહ્યા હોવાથી ટૉપ ટેન રેન્કિંગથી ખૂબ દૂર થયા છે.
પંતે પાંચ નંબરની છલાંગ લગાવી છે અને છઠ્ઠા સ્થાને આવી ગયો છે.
ઇંગ્લૅન્ડનો જૉ રૂટ હજી પણ બૅટર્સના લિસ્ટમાં નંબર-વન છે. 903 તેના રેટિંગ પૉઇન્ટ છે અને તેને પડકારી શકે એવું હમણાં તો કોઈ જ તેની નજીક નથી.
આપણ વાંચો: આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં ભૂકંપ…ભારતના બે સ્ટાર બૅટર ટૉપ-ટેનની બહાર…
કેન વિલિયમસન 804 પૉઇન્ટ સાથે હજીયે બીજા નંબરે છે. તેની અને રૂટ વચ્ચે બહુ મોટું અંતર છે. હૅરી બ્રૂકને એક ક્રમનો ફાયદો થયો છે અને તે 778 પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.
યશસ્વી જયસ્વાલ ન્યૂ ઝીલૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ખાસ કંઈ નહોતો કરી શક્યો જેને પરિણામે તે ચોથા નંબર પર ગયો છે. બ્રૂક ફક્ત એક પૉઇન્ટની મદદથી તેનાથી આગળ થઈ ગયો છે. યશસ્વીના નામે 777 પૉઇન્ટ છે.
સ્ટીવ સ્મિથ હજીયે 757 પૉઇન્ટ સાથે પાંચમે છે.
રિષભ પંત પાંચ ક્રમની છલાંગ મારીને 750 પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. યશસ્વી અને પંત સિવાય ભારતનો બીજો કોઈ જ બૅટર ટૉપ-ટેનમાં નથી.