ICC ODI ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાનું સ્થાન કેટલે! જાણો શું છે સ્થિતિ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. બીજી મેચ બુધવારે રમાશે, ભારતીય ટીમ આ મેચ જીતીએ સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે, જયારે દક્ષિણ આફ્રિકાની ટીમ મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરવા ઈચ્છશે. હાલની ODI ટીમ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ કરતા ઘણી આગળ દેખાઈ રહી છે.
ICC એ ગઈ કાલે જાહેર કરેલી અપડેટેડ રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલા ક્રમે છે, ભારતીય ટીમનું રેટિંગ 122 છે. બીજા ક્રમે ન્યુઝીલેન્ડની ટીમ છે, તેનું રેટિંગ 113 છે, આમ ભારતીય ટીમના પ્રથમ સ્થાનને હાલ કોઈ જોખમ નથી.
ICC ODI ટીમ રેન્કિંગમાં ભારત અને ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા 109 રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે. પાકિસ્તાન 105 રેટિંગ સાથે ચોથા ક્રમે છે, શ્રીલંકા 100 રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી પાછળ:
ICC ODI ટીમ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા છેક છઠ્ઠા ક્રમે છે, તેનું રેટિંગ ફક્ત 97 છે. આમ ભારત અને દક્ષિણ આફ્રિકાની રેકિંગમાં મોટો તફાવત છે.
હાલમાં ચાલી રહેલી ODI સિરીઝમાં પહેલી મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાને ઝટકો લાગ્યો છે, આ પહેલી મેચના પરિણામને આ રેન્કિંગમાં ગણવામાં આવી નથી, આમ દક્ષિણ આફ્રિકાના રેટિંગમાં ઘટાડો થઇ શકે છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી મેચ 3જી ડીસેમ્બરના રોજ રાયપુરમાં અને ત્રીજી મેચ 6ઠ્ઠી ડીસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં યોજાશે.
આ પણ વાંચો…શુભમન-શ્રેયસની ગેરહાજરીમાં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ



