ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
![Rohit and Kohli return to T20 team every year: Team announced](/wp-content/uploads/2024/01/Jignesh-J-Pathak-2024-01-07T203757.013.jpg)
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ODI મેચની બીજી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 90 બોલમાં 119 રનની શાનદાર ઇનિંગ રમી (Rohit Sharma Century) હતી, લાંબા સમય બાદ રોહિતે મોટી ઇનિંગ રમતા ચાહકોમાં ખુશ છે. એવામાં ICC દ્વારા નવી ODI રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં રોહિત શર્મા(Rohit Sharma)ને નુકશાન થયું છે. જ્યારે શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે વિરાટ કોહલીની વધુ નીચે સરકી ગયો છે.
Also read : રહાણે, શાર્દુલ, ડાયસે મુંબઈને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું…
આ ખેલાડી નં.1 પર અડગ:
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI રેન્કિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ નંબર વન પર યથાવત છે, તેનું રેટિંગ હાલમાં 786 છે. ભારતના ઓપનિંગ બેટર શુભમન ગિલને એક સ્થાનનો ફાયદો થયો છે, હવે તે બીજા સ્થાને પહોંચી ગયો છે, તેનું રેટિંગ 781 છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની સતત બે વનડે મેચમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્મા એક સ્થાન પાછળ ખસીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ 773 છે.
વિરાટ કોહલીને નુકશાન:
આયર્લેન્ડનો યુવા ખેલાડી હેરી ટેક્ટર બે સ્થાન આગળ આવીને ચોથા ક્રમે પહોંચી ગયો છે, તેનું રેટિંગ 737 છે. દક્ષિણ આફ્રિકાનો હેનરિક ક્લાસેન 736 રેટિંગ સાથે પાંચમા ક્રમે છે. ખરાબ પ્રદર્શનને કારણે વિરાટ કોહલી સતત પાછળ ખસી રહ્યો છે, તે બે સ્થાન નીચે છઠ્ઠા ક્રમે આવી ગયો છે, તેનું રેટિંગ 728 છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ 721 ના રેટિંગ સાથે 7મા ક્રમે છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપ 672 ના રેટિંગ સાથે 8મા ક્રમે છે. અફઘાનિસ્તાનનો રહેમાનુલ્લાહ ગુરબાઝ 672 રેટિંગ સાથે શાઈ હોપ સાથે સંયુક્ત રીતે 8મા ક્રમે છે.
શ્રેયસ ઐયર ટોપ 10 માં :
શ્રેયસ ઐય્યર 669 ના રેટિંગ સાથે દસમા ક્રમે પહોંચ્યો છે.
Also read : ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની કઈ ટીમની જર્સી કેવી, કેટલી મોંઘી અને કેટલી સસ્તી?
આમ ODI બેટિંગ રેન્કિંગના ટોપ 10માં ભારતના ચાર ખેલાડીઓ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે બાદ રેન્કિંગમાં ફરી ફેરફાર થશે.