ODI બેટિંગ રેન્કિંગ: ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ શો બાદ ગીલ-રોહિત-વિરાટ-શ્રેયસને નુકસાન

અમદાવાદ: ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમની સાત વિકેટે હાર થઇ હતી, પહેલી મેચમાં ભારતીય ટીમના બેટર્સ નિષ્ફળ રહ્યા હતાં. આજે ICC એ નવી રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય બેટર્સને નુકશાન થયું છે. જેમાં ODI બેટિંગ રેન્કિંગમાં ગીલ હજુ પણ ટોચ પર છે, પણ તેની રેટિંગને નુકસાન પહોંચ્યું છે. જ્યારે શ્રેયસ ઐયરની રેન્કિંગમાં ઘટાડો થયો છે.
ગીલનું સ્થાન છીનવાઈ શકે છે:
નવી ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહેલા શુભમન ગીલની રેટિંગ 768 છે, જે અગાઉ 784 થી હતી. બીજા ક્રમે રહેલા અફઘાનિસ્તાનના બેટર ઇબ્રાહિમ ઝદરાનની રેટિંગ 764 છે. મતલબ કે પ્રથમ ક્રમ અને બીજા ક્રમના બેટર વચ્ચે ખુબ ઓછો તફાવત છે. આવતી કાલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODI મેચમાં ગીલે મોટી મોટો સ્કોર બનવવો પડશે, નહીં તો આગમી અઠવાડિયે જાહેર થનારી રેન્કિંગમાં તેનું નંબર વનનું સ્થાન છીનવાઈ શકે છે.
આપણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે મેચ પહેલા વિરાટે ટીકાકારોને આપ્યો સડસડતો જવાબ; X પર કરી આવી પોસ્ટ
રોહિત-વિરાટ-શ્રેયસને નુકસાન:
આજે જાહેર થયેલી ICC ODI બેટિંગ રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાન પર છે, તેની પણ રેટિંગમાં ઘટાડો થયો છે, હાલમાં તેની રેટિંગ 745 છે, ચોથા સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ છે, તનું રેટિંગ 739 છે. ત્યારબાદ વિરાટ કોહલી 724 ના રેટિંગ સાથે પાંચમા નંબર ક્રમે છે, ઓસ્ટ્રેલીયા સામેની પહેલી મેચમાં 0 પર આઉટ થતા તેની રેટિંગ ઘટી છે.
ICC ODI બેટિંગ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ છે, તેની રેટિંગ 720 છે, ત્યાર બાદ 716 રેટિંગ સાથે શ્રીલંકાનો ચેરિથ અસલંકા સાતમા ક્રમે છે, આયર્લેન્ડનો હેરી ટેક્ટર 708 રેટિંગ સાથે આઠમા ક્રમે છે.
વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપને એક ક્રમનો ફયદો થયો છે, 700 રેટિંગ સાથે તે નવામા ક્રમે આવી ગયો છે. ભારતનો શ્રેયસ ઐયર એક ક્રમ નીચે સરકીને દસમા ક્રમે આવી ગયો છે, તેનું રેટિંગ 691 છે, ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ મેચમાં શ્રેયસ માત્ર 11 રન બનાવી શક્યો હતો.