ભારત-પાકિસ્તાન મેચ રદ થતા ICCને મોટું નુકશાન! PCBને જીદ ભારે પડી શકે છે

બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં આયોજિત ભારત-પાકિસ્તાન મેચ હવે નહીં રમાય. વર્લ્ડ કપ શરૂ થવાના પાંચ દિવસ પહેલા પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. મેચ રદ થવાથી ICC અને અન્ય પક્ષકારોને મોટું નાણાકીય નુકસાન થશે.
એક અહેવાલ મુજબ ICC ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચથી $250 મિલિયન એટલે કે અંદાજે ₹2,200 કરોડથી વધુની આવક થાય છે, કેટલાક અહેવાલો ₹3,000 કરોડથી વધુ આવક થતી હોવાનું જણાવે છે.
PCBની કમાણી સાથે સરખામણી:
ભારત-પાકિસ્તાન મેચથી થતી આવકને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ની વાર્ષિક આવક સાથે સરખાવીએ તો PCBની વાર્ષિક આવક $35-45 મિલિયન એટલે કે ₹300 થી ₹400 કરોડ છે. મતલબ કે PCB સાત વર્ષમાં જેટલી કમાણી કરે છે, એટલી કમાણી માત્ર ICC ટુર્નામેન્ટમાં એક ભારત-પાકિસ્તાન મેચથી થાય છે.
PCBની અવાકમાં ICC દ્વારા મળતી રકમ, પાકિસ્તાન સુપર લીગ(PSL)થી થતી કમાણી, ટિકિટ વેચાણ અને સ્પોન્સરશિપથી થતી આવકનો સમાવેશ થાય છે. જોકે, PCB ની આવકનો મુખ્ય સ્ત્રોત ICC દ્વારા મળતું ભંડોળ છે, જે તેની કુલ કમાણીના 80 ટકાથી વધુ છે.
આપણ વાચો: T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશની મેચો ભારતની બહાર ખસેડવામાં આવશે? જાણો BCCIએ શું કહ્યું
બ્રોડકાસ્ટરને મોટું નુકશાન:
ભારત-પાકિસ્તાન મેચ રદ થતા ICCને પણ ફટકો પડશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચ જોવા આતુર હોય છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ રદ થતાં, બ્રોડકાસ્ટરને જાહેરાતની આવકમાં 200 થી 250 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન 10-સેકન્ડની જાહેરાત સ્લોટની કિંમત 40 લાખ રૂપિયા સુધીની હોય છે.
ICC આ નુકસાનનું વળતર પાકિસ્તાન પાસેથી વસુલી શકે છે અથવા કડક પ્રતિબંધો લાદી શકે છે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કમર તૂટી શકે છે.
ICC પાકિસ્તાન પર આ પ્રતિબંધો લગાવી શકે છે:
- ICC PSLમાં વિદેશી ખેલાડીઓને ભાગ લેતા અટકાવી શકે છે.
- ICC ના રેવન્યુ પૂલમાં પાકિસ્તાનના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવી શકે છે.3. બ્રોડકાસ્ટર્સને થનારા મોટા નુકસાનનું વળતર PCB પાસેથી વસુલવામાં આવી શકે છે.
- પાકિસ્તાનને એશિયા કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
- અન્ય દેશોની ટીમને પાકિસ્તાનને સામેની દ્વિપક્ષીય સિરીઝ રમતી રોકવામાં આવી શકે છે.
- ICC રેન્કિંગમાંથી પાકિસ્તાનને બાકાત કરવામાં આવી શકે



