સ્પોર્ટસ

Virat Kohliની ટીકા કરવા બદલ મને મોતની ધમકી મળેલી: આવું કોણે કહ્યું?

નવી દિલ્હી: ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ પેસ બોલર અને તાજેતરની આઇપીએલમાં કૉમેન્ટરી આપી ચૂકેલા સાયમન ડૂલે (Simon Doull) એક ક્રિકેટલક્ષી વેબસાઇટને મુલાકાતમાં સનસનાટીભરી વાત કરતા કહ્યું છે કે ‘મેં તાજેતરમાં વિરાટ કોહલીના સ્ટ્રાઇક-રેટની બાબતમાં તેની ટીકા કરી ત્યાર બાદ મને મોતની ધમકી મળી હતી.’ આ ધમકી કયા માધ્યમથી અપાઈ એ વિશે તેમણે ફોડ પાડીને કંઈ વાત નથી કરી, પરંતુ એટલું કહ્યું કે તેમને હજી પણ ધમકી મળતી રહે છે.

સાયમન ડૂલ અગાઉ કોહલીને વર્તમાન ક્રિકેટના ગ્રેટેસ્ટ બૅટર તરીકે ઓળખાવી ચૂક્યા છે, પરંતુ જ્યારે ઠીક લાગે ત્યારે કોહલીની ટીકા કરવાનું પણ ટાળતા નથી.

ડીલ થઈ ગયું? ગંભીરે હેડ-કોચ બનવા બીસીસીઆઇને હા પાડી દીધી?

તાજેતરમાં પૂરી થયેલી આઇપીએલમાં પણ બેન્ગલૂરુની ટીમ ટ્રોફીથી વંચિત રહી, પરંતુ એના ટોચના બૅટર કોહલીના 741 રન તમામ બૅટર્સમાં હાઈએેસ્ટ હતા. તેનો સ્ટ્રાઇક-રેટ 154.7 હતો.

સાયમન ડૂલે ચર્ચા દરમ્યાન કહ્યું, ‘મેં કોહલી વિશે અગાઉ અનેક વાર ઘણું સારું કહ્યું છે, તેના ભરપેટ વખાણ પણ કર્યા છે, પરંતુ તેના વિશે હું જરાક નેગેટિવ બોલું તો મને તેના કહેવાતા ફૅન્સ તરફથી મોતની ધમકી મળી જાય છે. મને કોહલી વિશે અંગત રીતે કોઈ જ કડવાશ નથી. અમે ઘણી વાર વાતચીત પણ કરી છે. ટૉસ વખતે કે મૅચ પછીના ફંકશનમાં પણ અમે ચર્ચા કરી છે. બાબર આઝમ વિશે પણ મારું કોહલી જેવો જ અભિગમ રહ્યો છે.’

આ પણ વાંચો: Cricket In USA : અમેરિકાની સ્પોર્ટ્સ માર્કેટમાં હવે ક્રિકેટ ધમધોકાર ચાલશે, જાણો શા માટે?

વેબસાઇટ સાથેની ચર્ચા વખતે દિનેશ કાર્તિક પણ હાજર હતો અને તેણે મોતની ધમકી આપવા જેવી બાબતને વખોડતા ભારતીય ક્રિકેટપ્રેમીઓને વિનંતી કરી હતી કે રચનાત્મક ટીકા અને અંગત દ્વેષથી કરવામાં આવેલી કમેન્ટ વચ્ચે બહુ મોટો તફાવત હોય છે અને એ ક્રિકેટપ્રેમીઓએ પારખવો જોઈએ.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?