
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ વર્ષ 2020માં પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, હવે આ કપલે છૂટાછેડા લઈ લીધા છે અને અલગ થઈ ગયું છે. છૂટાછેડા પછી એવા અહેવાલ હતા કે ધનશ્રીએ 60 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે લીધા છે. પરંતુ તેના માતા-પિતાએ આ સમાચાર ખોટા હોવાની સ્પષ્ટતા કરી હતી. હવે વાસ્તવિક ભરણપોષણનું રહસ્ય ખુલી ગયું છે. તો ચાલો જાણીએ કે ચહલે ધનશ્રીને છૂટાછેડા માટે કેટલા કરોડ આપ્યા હતા.
ધનશ્રીએ કેટલું ભરણપોષણ લીધું?
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ લગભગ 6 મહિના અલગ રહ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં એકબીજાથી છૂટાછેડા લીધા હતા.
રિપોર્ટ મુજબ યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા નહીં પરંતુ 4.75 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે આપવાનો છે. ચહલે આ રકમમાંથી 2.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. બાકીની રકમ પણ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: પ્રેમ એ કંઈ… ડિવોર્સ બાદ ધનશ્રી વર્માએ આ શું કહ્યું?
અભિનેત્રીના પરિવારે સ્પષ્ટતા કરી હતી
અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ધનશ્રીએ 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ માંગ્યું હતું. તેના પરિવારના એક સભ્યએ આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ભરણપોષણ અંગે જે પણ સમાચાર બહાર આવ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે, અમે તેનાથી ખૂબ જ દુઃખી છીએ. હું ફક્ત એ સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ રકમ ક્યારેય માંગવામાં આવી નથી કે ઓફર.