
નવી દિલ્હી: રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ટી-20ના વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવને જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં આપોઆપ સિલેક્ટ કરી દેવામાં આવ્યા, પરંતુ બાકીના ખેલાડીઓને વર્તમાન આઇપીએલમાંના પર્ફોર્મન્સને આધારે પસંદ કરવામાં આવ્યા છે.
15માંથી નવ ખેલાડી એવા છે જેઓ 2022માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ હતા.
ટીમ ઇન્ડિયાના તમામ 15 ખેલાડીઓનો (મંગળવારની મુંબઈ-લખનઊ મૅચ પહેલાંનો) આઇપીએલ-2024માં પર્ફોર્મન્સ:
(1) રોહિત શર્મા (મુંબઈ): 9 મૅચમાં 311 રન, 160.30નો સ્ટ્રાઇક રેટ, 105 રન હાઇએસ્ટ
(2) હાર્દિક પંડ્યા (મુંબઈ): 9 મૅચમાં 197 રન, ચાર વિકેટ
(3) યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન): નવ મૅચમાં 249 રન, 154.65નો સ્ટ્રાઇક રેટ, 104* હાઇએસ્ટ
(4) વિરાટ કોહલી (બેન્ગલૂરુ): 10 મૅચમાં 500 રન, 150.00નો સ્ટ્રાઇક રેટ, 113* હાઇએસ્ટ
(5) સૂર્યકુમાર યાદવ (મુંબઈ): સાત મૅચમાં 176 રન, 170.87નો સ્ટ્રાઇક રેટ, 78 હાઇએસ્ટ
(6) રિષભ પંત (દિલ્હી): 11 મૅચમાં 398 રન, 158.56નો સ્ટ્રાઇક રેટ, 88* હાઇએસ્ટ
(7) સંજુ સૅમસન (રાજસ્થાન): નવ મૅચમાં 385 રન, 161.08નો સ્ટ્રાઇક રેટ, 82* હાઇએસ્ટ
(8) શિવમ દુબે (ચેન્નઈ): નવ મૅચમાં 350 રન, 172.41નો સ્ટ્રાઇક રેટ, 66* હાઇએસ્ટ
(9) રવીન્દ્ર જાડેજા (ચેન્નઈ): નવ મૅચમાં 157 રન અને 234 રનના ખર્ચે પાંચ વિકેટ
(10) અક્ષર પટેલ (દિલ્હી): 11 મૅચમાં 149 રન અને 268 રનના ખર્ચે નવ વિકેટ
(11) કુલદીપ યાદવ (દિલ્હી): નવ મૅચમાં 262 રનના ખર્ચે 12 વિકેટ અને 36 રન
(12) યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન): નવ મૅચમાં 306 રનના ખર્ચે 13 વિકેટ
(13) અર્શદીપ સિંહ (પંજાબ): નવ મૅચમાં 302 રનના ખર્ચે 12 વિકેટ
(14) જસપ્રીત બુમરાહ (મુંબઈ): નવ મૅચમાં 239 રનના ખર્ચે 14 વિકેટ
(15) મોહમ્મદ સિરાજ (બેન્ગલૂરુ): નવ મૅચમાં 323 રનના ખર્ચે છ વિકેટ