હાર્યા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર આવ્યો હિટમેન અને…
નવી દિલ્હીઃ ભારતે ODI World Cup 2023માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને સતત 10-10 મેચ જિતીને ટીમ ઈન્ડિયાએ એક ઈતિહાસ રચી દીધો હતો. સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને 2019નો બદલો પણ લીધો હતો. જોકે, એક પણ મેચ નહીં હારેલી ટીમ ઈન્ડિયા ફાઈનલના દિવસે હારી ગઈ અને ઓસ્ટ્રેલિયા સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ફાઈનલ હારી ગયાના દુઃખમાંથી બહાર આવવા માટે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને સમય લાગ્યો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સતત ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે ફેન્સનો આભાર માન્યો હતો. પરંતુ આ બધામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અપવાદરૂપ હતા.
A beautiful Instagram story by Rohit Sharma. pic.twitter.com/HPVjT6ihMm
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
એક અઠવાડિયા સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સોશિયલ મીડિયાથી ડિસકનેક્ટેડ હતા અને તેમને આમાંથી બહાર આવવા માટે કદાચ સૌથી વધુ સમય લાગ્યો હતો. ફેન્સ પણ રોહિતના આ વર્તનને કારણે ચિંતિત હતા, પરંતુ આખરે હવે રોહિતે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું.
રોહિત શર્માએ હાલમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરી હતી અને એને કારણે તેના ફેન્સને થોડી રાહત અનુભવાઈ હતી. રોહિતે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તે તેના પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણતો દેખાયો હતો. આ ફોટોમાં રોહિત પત્ની રિતિક સાથે જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ક્રિકેટ ટીમે ODI World Cup 2023માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાએ તેના શાનદાર પ્રદર્શનના દમ પર જ સતત 10 મેચમાં જીત હાંસિલ કરી હતી, પરંતુ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.