સ્પોર્ટસ

કોણ છે Golden Boy Neeraj Chopraની નવી નવેલી દુલ્હનિયા?

સંપૂર્ણ વિશ્વમાં દેશનું નામ રોશન કરીને ઓલમ્પિક મેડલ જિતનારા ગોલ્ડન બોય નીરજ ચોપ્રા (Neeraj Chopra)એ ગઈકાલે ફેન્સને જબરું સરપ્રાઈઝ આપતા પોતાના લાઈફ પાર્ટનરની ઓળખાણ કરાવી હતી.

નીરજ ચોપ્રાએ આ ગુડ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કર્યા છે ત્યારથી જ ફેન્સને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ છે કે આખરે નીરજ ચોપ્રાની આ દુલ્હનિયા છે કોણ? જો તમને પણ આ વિશે જાણવાની તાલાવેલી થઈ ગઈ છે તો આ લેખ તમારે છેલ્લે સુધી વાંચવો પડશે-

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર નીરજ ચોપ્રાના લગ્ન એ એક પ્રાઈવેટ સેરેમની હતી અને એમાં પરિવારના લોકો જ સામેલ થયા હતા. 16મી જાન્યુઆરીના હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન પર કપલે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા.

આપણ વાંચો: Neeraj Chopra National Athleteમાંથી બન્યો National Crush…

નીરજ ચોપ્રા અને તેમની પત્ની વેડિંગ લૂકમાં ખૂબ જ કમાલ લાગી રહ્યા હતા. નીરજની દુલ્હનિયાનો બ્રાઈડલ લૂક તો ભલભલી બોલીવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે એવો હતો. ચાલો જોઈએ કોણ છે નીરજની આ બ્રાઈડલ…

નીરજની પત્નીનું નામ હિમાની મોર છે અને તે હરિયાણાના સોનીપતની રહેવાસી છે. હિમાનીની સુંદરતા અને બ્રાઈડલ લૂકની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો હિમાની મેકકોમેંક ઈસેનબર્ગ સ્કુલ ઓફ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સમાં અભ્યાસ કરી રહી છે. હિમાનીના પિતા ચાંદરામ મોર એક જાણીતા કબડ્ડી પ્લેયર છે અને ખુદ હિમાનીને પણ સ્પોર્ટ્સમાં ઈન્ટરેસ્ટ છે તે ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે.

હિમાનીએ પોતાના ડી-ડે માટે પેસ્ટલ કલરનો લહેંગો પસંદ કર્યો હતો. આ લહેંગામાં કલરફૂલ વર્ક કરવામાં આવ્યું છે. હેવી એમ્બ્રોઈડરી ચુનરી અને લહેંગાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. દુપટ્ટામાં બુટ્ટી વર્ક પણ કરવામાં આવ્યું છે જ્યારે લહેંગા પર ફ્લાવર્સની ડિઝાઈન જોવા મળી રહી છે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ અનોખા બ્રાઈડલ લૂકમાં હિમાની ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. આઉટફિટ સાથે હિમાનીએ પહેરેલો પિંક ચૂડો પણ એકદમ સુંદર લાગી રહ્યો છે. જ્વેલરીની વાત કરીએ તો ગળામાં સુંદર કુંદન અને સ્ટોનવાળો હેવી નેકલેસ અને માંગટીકા સાથે હિમાનીએ સુંદર નોઝપિન પણ પહેરી છે. નીરજ ચોપ્રાનો આ બ્રાઈડલ લૂક ખરેખર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને તે બોલીવૂડ એક્ટ્રેસથી બિલકુલ ઓછી સુંદર નથી લાગી રહી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button