ત્રીજા દિવસના અંતે હાઈવોલ્ટેજ ડ્રામા; ‘ડ્રામેબાઝ’ ક્રાઉલી સામે ગિલે Xનો ઈશારો કર્યો; જાણો શું બન્યું

લંડન: ભારત અન ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ હાલ લંડનના ‘હોમ ઓફ ક્રિકેટ’ તરીકે ઓળખાતા લોર્સ્પ સ્ટેડિયમમાં રમાઈ (Ind vs Eng lords test) રહી છે, આ મેચ હાલ રોમાંચક તબક્કામાં છે. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડના 387 રન સામે ભારતે કે એલ રાહુલની સદીની મદદથી 387 બનાવ્યા. ત્રીજા દિવસના અંતે મેચમાં એક નાટકીય ઘટના બની હતી, જેની હાલ ખુબ ચર્ચા થઇ રહી છે.
બીજી ઇનિંગની શરૂઆત કરવા આવેલા ઇંગ્લેન્ડના બેટર જેક ક્રોલી અને ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ વચ્ચે ઉગ્ર દલીલ (Zak Crawley-Shubhman Gill altercation) થઇ હતી, ગિલે બે હાથ વડે ‘X’નો ઈશારો કર્યો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઇંગ્લેન્ડના ઓપાનરો એ સમય વેડફ્યો:
ભારતીય ટીમની પહેલી ઇનિંગ ખતમ થયા બાદ ત્રીજા દિવસની રમતમાં 15 મિનીટ જેટલો સમય બાકી હતો. ભારતીય ટીમની ઈચ્છા હતી કે 2 ઓવર ફેંકવામાં આવે, જેથી આખો દિવસ ફિલ્ડીંગ કરીને થાકેલા ઇંગ્લેન્ડના એક-બે ખેલાડીઓને આઉટ કરી શકાય. ઇંગ્લેન્ડના ઓપાનર જેક ક્રાઉલી અને બેન ડકેટ કંઇક અલગ જ નક્કી કરી આવ્યા હતાં, બંને સમય વેડફીને દિવસની રમતના અંત સુધીમાં એક જ ઓવર રમવા ઈચ્છાતા હતાં.
ભારત તરફથી જસપ્રીત બુમરાહ પહેલી ઓવર ફેંકવા આવ્યો, જેમાં જેક ક્રાઉલી બે વાર સ્ટમ્પથી દૂર ખસી ગયો જેથી સમય બરબાદ થાય. જેનાથી ભારતીય ખેલાડીઓ નારાજ થયા હતા. સ્લિપ ઉભેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે જેક ક્રાઉલીને કંઇક કહ્યું પણ ખરું.
આ કારણે ગિલ ગુસ્સે ભારાયો:
જસપ્રીત બુમરાહની ઓવરનો પાંચમો બોલ જેક ક્રાઉલીના ગ્લવ્ઝ પર વાગ્યો, ત્યાર બાદ તે ક્રિઝ પરથી દુર ખસી ગયો અને ગ્લવ્ઝ ઉતારી દીધું. તેણે ફિઝિયોને મોકલવા ઈશારો કર્યો, જેના કારણે રમતમાં વધુ વિલંબ થઇ શકે. ફિલ્ડીંગ કરી રહેલા ભારતીય ખેલાડીઓ કટાક્ષપૂર્વ હાસ્ય સાથે ક્રાઉલી સામે જોઈને તાળીઓ પાડવા લાગ્યા.
આવી સ્થતિમાં ગુસ્સે ભરાયેલા ગિલે પેવેલિયન તરફ ઈશારો કરીને પોતાના હાથ વડે ‘X’નો ઈશારો કર્યો.
ગિલે શું કહેવા ઈચ્છતો હતો?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચમાં, જ્યારે કોઈ ટીમ કોઈ ખેલાડીને બદલીને ઈમ્પેક્ટ સબ ખેલાડીને મેદાનમાં ઉતારવામાં આવે છે ત્યારે, ત્યારે અમ્પાયર બંને હાથ ક્રોસ કરીને ‘X’નો ઈશારો કરે છે. શુભમન ગિલ ઇંગ્લેન્ડની ટીમના ડ્રેસિંગ રૂમ તરફ આ ઈશારો કરીને કહેવા ઈચ્છતો હતો કે ક્રાઉલી રમતમાંથી રીટાયર થવા માંગે છે.
જુઓ વિડીયો:
Always annoying when you can't get another over in before close pic.twitter.com/3Goknoe2n5
— England Cricket (@englandcricket) July 12, 2025
ક્રાઉલી-ગિલ આમને સામને આવી ગયા:
ગિલે કરેલા ઇશારાથી ક્રાઉલી ગુસ્સે થયો, ક્રાઉલીએ ગુસ્સામાં ગિલને કંઇક કહ્યું અને તેના તરફ આંગળી કરી. ક્રિઝ રહેલા બીજા બેટર બેન ડકેટે ગિલને સમજાવવાનો પ્રયાસ કયો. મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ ગુસ્સામાં દેખાતા હતા, તેમણે પણ ક્રાઉલીને ખરીખોટી સંભળાવી.
આપણ વાંચો: હું લૉર્ડસની ઐતિહાસિક બેલ વગાડતી વખતે નર્વસ હતોઃ પુજારા
ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગનો માત્ર એક જ ઓવર ફેંકાઈ શકી, ઈંગ્લેન્ડનો સ્કોર 2 પર પર 0 વિકેટ છે. હવે મેચનો ચોથો અને પાંચમો દિવસ ખૂબ જ રસપ્રદ રહે તેવી પૂરી શક્યતા છે.