ટી-૨૦ વર્લ્ડ કપ માટે મહિલા પ્રીમિયર લીગમાંથી ઝડપી બોલરોનો પૂલ બનાવવા માગે છે મુખ્ય કોચ મજૂમદાર | મુંબઈ સમાચાર

ટી-૨૦ વર્લ્ડ કપ માટે મહિલા પ્રીમિયર લીગમાંથી ઝડપી બોલરોનો પૂલ બનાવવા માગે છે મુખ્ય કોચ મજૂમદાર

બેંગલૂરુ: બંગલાદેશમાં યોજાનાર મહિલા ટી-૨૦ વર્લ્ડ કપને માત્ર સાત મહિના બાકી છે. ત્યારે તે અગાઉ ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ અમોલ મજમુદાર મહિલા પ્રીમિયર લીગ મારફતે ઝડપી બોલરોનો પૂલ તૈયાર કરવા માગે છે. ઝૂલન ગોસ્વામીની નિવૃત્તિ બાદ ભારતનું પેસ આક્રમણ નબળું પડી ગયું છે. હાલમાં ભારતીય ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, તિતાસ સાધુ અને અમનજોત કૌર પાસે છે.

મજૂમદારે ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી શ્રેણીમાં ચાર ઝડપી બોલર હતા. હું મહિલા આઇપીએલમાંથી ઝડપી બોલરોનો પૂલ બનાવવા માગુ છું. સારા બોલિંગ આક્રમણથી ઘણો ફરક પડે છે. મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં બંગલાદેશમાં રમાશે.

મજૂમદારે શેફાલી વર્મા, એસ.મેઘના અને રિચા ઘોષના ફોર્મ પર પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની બંને શ્રેણીમાં સારા પ્રદર્શનથી બેટ્સમેનોનો આત્મવિશ્ર્વાસ વધ્યો છે. આ ડબલ્યુપીએલમાં પણ દેખાય છે.

Back to top button