સ્પોર્ટસ
હૅરી મૅગ્વાયરે મૅન્ચેસ્ટર યુનાઇટેડની ટીમને પરાજયથી બચાવી

પોર્ટો: મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ની ટીમ અહીં યુરોપા લીગમાં ફરી એક મૅચ હારતાં બચી ગઈ હતી. એમયુની પોર્ટો સામેની મૅચ 3-3થી ડ્રૉમાં ગઈ હતી.
મૅન્ચેસ્ટરે 20મી મિનિટમાં 2-0થી સરસાઈ લીધી હતી, પણ ત્યાર બાદ 27મી મિનિટથી 50મી મિનિટ વચ્ચે પોર્ટોએ ત્રણ ગોલ કરીને 3-2થી સરસાઈ પોતાની તરફ લઈ લીધી હતી.
91મી મિનિટમાં હૅરી મૅગ્વાયરે ગોલ કરીને મૅન્ચેસ્ટરને પરાજયથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
મૅન્ચેસ્ટરના બ્રુનો ફર્નાન્ડિઝને સતત બીજી મૅચમાં રેડ કાર્ડ બતાવવામાં આવતાં મૅન્ચેસ્ટરની ટીમ 11ને બદલે 10 ખેલાડીથી રમી હતી.
36 ટીમની યુરોપા લીગમાં લૅઝિયો કલબની ટીમ છ પૉઇન્ટ સાથે મોખરે છે. જોકે થોડા નબળા ગોલ-ફરકને કારણે લાયન, ટૉટનમ, એફસીએસબી અને ઍન્ડરલેક્ટ ક્લબની ટીમ છ-છ પૉઇન્ટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે.