
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન હેરી બ્રૂક ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024માંથી બહાર થઇ ગયો છે. તેણે ટુનામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતુ. હવે હેરી બ્રૂકે આઇપીએલમાં ન રમવા પાછળનું કારણ જણાવ્યું હતુ. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીએ સોશિયલ મીડિયા મારફતે પોતાના નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું હતું.
આઇપીએલની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ તેમના અભિયાનની શરૂઆત 23 માર્ચે પંજાબ કિંગ્સ સામેની મેચથી કરશે. આ પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. આગામી ટુર્નામેન્ટમાં યુવા બેટ્સમેન હેરી બ્રૂક રમતો જોવા મળશે નહીં.
હેરી બ્રૂકે કહ્યું હતું કે ગયા મહિને તેની દાદીનું અવસાન થયું હતું, તે તેમની ખૂબ જ નજીક હતો. આ કારણે તેણે આઈપીએલની આગામી સીઝનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.
હેરી બ્રૂકે લખ્યું કે ગયા મહિને તેની દાદીનું નિધન થયું હતું. તે તેની ખૂબ જ નજીક હતો. આ કારણે 25 વર્ષીય ખેલાડી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીમાં પણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. બ્રુકે તેની દાદી સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
એક લાંબી લખેલી પોસ્ટમાં બ્રુકે જણાવ્યું કે તે તેની દાદીને કેટલો પ્રેમ કરે છે. સ્ટાર ખેલાડીએ પોતાની સફળતાનો શ્રેય તેના દાદા અને દાદીને આપ્યો. 25 વર્ષીય ખેલાડીને દિલ્હી કેપિટલ્સે આ વર્ષે હરાજીમાં 4 કરોડ રૂપિયામા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.