સ્પોર્ટસ

ટોચના સ્થાન માટેની રસાકસીઃ હરમનપ્રીતની હાફ સેન્ચુરીથી મુંબઈનો પડકારરૂપ સ્કોર…

મુંબઈઃ બે્રબર્ન સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટોચના સ્થાન માટે ભારે રસાકસી થઈ હતી જેમાં મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 179 રન બનાવ્યા હતા.

કૅપ્ટન હરમનપ્રીત કૌરે નવ ફોરની મદદથી 33 બૉલમાં 54 રન ખડકી દીધા જેને કારણે તેની ટીમ 150-પ્લસનો સ્કોર નોંધાવી શકી હતી અને ગુજરાતને 180 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. નૅટ શિવર-બ્રન્ટે 38 રન, ઓપનર હૅલી મૅથ્યૂઝે 27 રન અને અમનજોત કૌરે 27 રનનો ફાળો આપ્યો હતો.

Also read : Aathiya Shettyએ આ રીતે વરસાવ્યું કેએલ રાહુલ પર પ્રેમ, સસરા સુનિલ શેટ્ટીએ પણ કહ્યું…

વિકેટકીપર યાસ્તિકા ભાટિયા 13 રન બનાવીને રનઆઉટ થઈ હતી, જ્યારે સજીવન સજના 11 રને અણનમ રહી હતી.
ઍશ ગાર્ડનરના સુકાન હેઠળની ગુજરાતની ટીમની ચાર બોલરે એક-એક વિકેટ લીધી હતી. એમાં ખુદ ગાર્ડનર તેમ જ કાશ્વી ગૌતમ, તનુજા કંવર અને પ્રિયા મિશ્રાનો સમાવેશ હતો.

આ મૅચ પહેલાં દિલ્હી કૅપિટલ્સની ટીમ 10 પૉઇન્ટ સાથે મોખરે હતી, જ્યારે ગુજરાત-મુંબઈ આઠ-આઠ પૉઇન્ટ સાથે અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button