GOALMAN: હરમનપ્રીત સિંહની હોકીએ ભૂક્કા બોલાવ્યાં, વધુ ગોલ કરીને વિક્રમ નોંધાવ્યો
પેરિસઃ અહીં રમાઈ રહેલી ઓલિમ્પિકમાં હોકીમાં આખરે ભારતને મેડલ મળતા લાખો હોકીપ્રેમીઓની સાથે દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતીય મેન્સ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મેડલ જીતીને ભારતીય હોકી ટીમે ચોથો મેડલ જીત્યા છે, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે ઓવરઓલ શાનદાર પ્રદર્શન કરીને ટીમનું ભારતીયોનું દિલ જીતી લીધું છે.
હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બોન્ઝ જીતીને ધમાલ મચાવી છે ત્યારે આખી મેચમાં હરમનપ્રીત સિંહનો રીતસરનો જાદુ ચાલ્યો છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં આઠ મેચ રમ્યો છે, જેમાં સૌથી વધુ 10 ગોલ કર્યા છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના બ્લેક ગોવર્સે સાત ગોલ કર્યા હતા. ત્રીજા નંબરે ત્રણ ખેલાડી છે, જેમણે પાંચ ગોલ કર્યા હતા. આઠ મેચમાંથી હરમનપ્રીતસિંહે ફક્ત એક મેચમાં ગોલ કરી શક્યો નહોતો.
ઓલિમ્પિકમાં હરમનપ્રીત સિંહ બન્યો રિયલ સ્ટાર
ગોલના મુદ્દે હરમનપ્રીતસિંહને પાછળ રાખવાનું તમામ ટીમના ખેલાડી-કેપ્ટન માટે મુશ્કેલ રહ્યું. પેરિસ ઓલિમ્પિકમાં આયર્લમેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આખરે સ્પેન (બ્રોન્ઝ મેડલ)ની સામે 2-2 ગોલ કર્યા હતા, જ્યારે જર્મની, ગ્રેટ બ્રિટન, આર્જેન્ટિના અને ન્યૂઝીલેન્ડ સામે એક-એક ગોલ કર્યો હતો. હરમનપ્રીતસિંહે પેરિસ ઓલિમ્પિકની સફરમાં બેલ્જિયમની સામે મેચમાં કોઈ ગોલ કરી શક્યો નહોતો. આ વખતની ઓલિમ્પિકમાં ફક્ત ભારત બે વખત જીત્યુ હતું. આ અગાઉ ગ્રુપ સ્ટેજમાં બેલ્જિયમની સામે અને બીજું ફાઈનલમાં જર્મની સામે સેમી ફાઈનલમાં હાર્યું હતું.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદીએ પીઠ થાબડી બ્રોન્ઝ વિજેતા ભારતીય હોકી ટીમની…
ટોકિ્યોમાં પણ કર્યાં હતા સૌથી વધુ ગોલ
આ અગાઉ ટોકિયો ઓલિમ્પિકમાં હરમનપ્રીત સિંહે છ ગોલ કર્યા હતા, જ્યારે આ વખતે કેપ્ટનની આગેવાનીમાં ગોલ કરીને નામ રોશન કર્યું હતું. ટોકિયોમાં પણ ભારતવતીથી સૌથી વધુ ગોલ કર્યા હતા. ટોકિ્યોમાં હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્રિલકના જલવાને કારણે ભારતીય ટીમે જર્મીની જેવી ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.