સ્પોર્ટસ

હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ! પૂર્વ ખેલાડીએ આવી સલાહ કેમ આપી

મુંબઈ: હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે, જેની ઉજવણી હજુ સુધી થઇ રહી છે. એવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શાંતા રંગાસ્વામીએ સલાહ આપી કે હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ અને સ્મૃતિ મંધાનાને કમાન સોંપવી જોઈએ,.

એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા શાંતા રંગાસ્વામીએ કહ્યું કે ટીમની કેપ્ટનશીપ છોડવી 36 વર્ષીય હરમનપ્રીત માટે ફાયદાકારક રહેશે, કેમ કે તે બેટર અને ફિલ્ડર તરીકે ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ટીમના લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેપ્ટનશીપમાં ફેરફાર કરવો જોઈએ, આગામી ODI વર્લ્ડ કપ 2029 માં રમાશે છે, જ્યારે T20 વર્લ્ડ કપ આવતા વર્ષે યુકેમાં યોજાશે, એ પહેલા નવા કેપ્ટનને સમય મળવો જોઈએ. 29 વર્ષીય ઓપનર સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપ સોંપવી જોઈએ.

ટીમના હિતમાં નિર્ણય લેવામાં આવે:

રંગાસ્વામીએ કહ્યું કે, “આ નિર્ણય ઘણા સમયથી મુલતવી છે. કારણ કે હરમન, બેટર અને ફિલ્ડર તરીકે શાનદાર છે. હા. મને લાગે છે કે જો હરમન કેપ્ટનશીપની જવાબદારી વગર રમે તો ટીમ માટે વધુ યોગદાન આપી શકે છે. આ પ્રકારની સફળતા બાદ આવા નિર્ણયને સારી રીતે આવકારવામાં આવે છે,. પરંતુ ભારતીય ક્રિકેટના હિતમાં અને હરમનના પોતાના હિતમાં, મને લાગે છે કે તે કેપ્ટનશીપના બોજ વગર તે વધુ સારું પ્રદર્શન કરી શકે છે.”

શાંતા રંગાસ્વામીએ કહ્યું, “હરમાનને હજુ ત્રણથી ચાર વર્ષ ક્રિકેટ રમવાનું છે. કેપ્ટનશીપ છોડીને તે વધુ સારું ક્રિકેટ રમી શકાશે. તમામ ફોર્મેટ માટે સ્મૃતિને કેપ્ટન બનાવવી જોઈએ. આવનારા વર્લ્ડ કપ માટે અત્યારથી આયોજન કરવાની જરૂર છે.”

શાંતા રંગાસ્વામીએ ભારતીય પુરુષ ટીમનું ઉદાહરણ આપ્યું, તેણે ધ્યાન દોર્યું કે વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યા પછી ટીમના હિતમાં રોહિત શર્માએ ODI કેપ્ટનશીપથી છોડી દીધી.

વર્લ્ડ કપ માટે યોગ ટીમ પસંદ કરવા શાંતા રંગાસ્વામીએ ચીફ સિલેક્ટર નીતુ ડેવિડ અને તેમના પેનલના પણ વખાણ કર્યા. તેણે એમ પણ કહ્યું “દસ વર્ષ પછી, તમે આ જીતનો અસર જોશો, આ જીત લાખો લોકોને ક્રિકેટ અપનાવવા માટે પ્રેરણા આપશે.”

આ પણ વાંચો…તમે કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કથી જીત્યા…ખૂબ ખૂબ અભિનંદનઃ વડા પ્રધાન મોદી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button