‘હાર્દિક્યા-પ્રિન્સુડી’ના વીડિયોએ તો જલસો કરાવી દીધો, ભાઈ…
દોસ્તો, છેક સુધી જોવાનું નહીં ચૂકતા…
રાજકોટ: ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝની ત્રીજી મૅચ રમવા માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી ગઈ છે. પહેલી મૅચમાં અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીએ કમાલ કરી ત્યાર બાદ બીજી મૅચમાં તિલક વર્માએ શાનદાર વિજય અપાવ્યો હતો અને હવે આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) રાજકોટની મૅચમાં બે ગુજરાતી સ્ટાર હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલમાંથી કોણ જિતાડશે એ જોવું રહ્યું.
આ પણ વાંચો: મહાકુંભના ચર્ચાસ્પદ આઇઆઇટી બાબાએ રોહિત અને હાર્દિકનું નામ કેમ લીધું?
હાર્દિકની વાત નીકળી છે તો તેના હાલમાં વાઇરલ થયેલા ટિપિકલ ગુજરાતી નામોવાળા વીડિયોની ચર્ચા કરીએ.
આરજે પ્રિન્સી સાથેના હાર્દિકના આ વીડિયોમાં ક્રિકેટ પ્રેમીઓને મજ્જા પડી જાય એવી વાતો થઈ છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા બાદ હજી એક સેલિબ્રિટી ક્રિકેટરના ડિવોર્સ?
ગુજરાતમાં અને ગુજરાતીઓમાં ટિપિકલી કોને શું કહેવાય એની જલસો કરાવી દે એવી વાતો આ નોખી ગુજજુ ડિક્ષનરીવાળા અને હાર્દિક-પ્રિન્સીના મસ્તીભર્યા વીડિયો પરથી મળી છે જે આ મુજબ છે:
(1) ધિસ ઇઝ નૉટ પિત્ઝા-બેઝ…ધિસ ઇઝ પિત્ઝાનો રોટલો
(2) ધિસ આર નૉટ ઈયરફોન્સ… ધિસ આર કાનના ભૂંગળા
(3) ધિસ ઇઝ નૉટ ચાર્જર… ધિસ ઇઝ ડટ્ટો
(4) ધિસ ઇઝ નૉટ સન એન્ડ અ ડૉટર… ધિસ ઇઝ બાબો અને બૅબી
(5) ધિસ ઇઝ નૉટ ક્રિકેટ… ધિસ ઇઝ બૉલ-બૅટ
(6) ધિસ ઇઝ નૉટ અ બૉલ… ધિસ ઇઝ દડો
(7) ધિસ ઇઝ નૉટ હાર્દિક ટેકિંગ વિકેટ્સ… ધિસ ઇઝ ઘા એ ઘા
(8) ઈટ ઇઝ નૉટ અ સિક્સ બાય હાર્દિક… ઈટ ઇઝ છૂટ્ટો ઘા
(9) ઈટ ઇઝ નૉટ ક્લીન બોલ્ડ… ઈટ ઇઝ પાંડ્યાએ ઉડાડ્યા ડાંડિયા
(10) ઈટ ઇઝ નૉટ બોય્સ પ્લેઇડ વેલ… ઈટ ઇઝ બોય્સો સારું રમ્યા
(11) ઈટ ઇઝ નૉટ હાર્દિક… ઈટ ઇઝ હાર્દિક્યો
(12) ઈટ ઇઝ નૉટ પ્રિન્સી… ઈટ ઇઝ પ્રિન્સુડી