હાર્દિક પંડ્યાની ‘વાપસી’ અંગે આવી મહત્ત્વની અપડેટ, ટીમ ઈન્ડિયામાં મચાવી શકે છે ધમાલ

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે નવી ગર્લફ્રેન્ડને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાની નવી અપડેટ મળી છે. ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે, જે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે અને ટી-20 સિરીઝ સુધી ફીટ થઈ શકે છે.
છૂટાછેડા પછી હાર્દિક પંડ્યાનું નામ અનેક અભિનેત્રી-મોડલ સાથે જોડાઈ ચૂક્યું છે, જેમાં હવે ફાઈનલ મહોર માહિકા શર્માનું નામ જાહેર થઈ ચૂક્યું છે. બર્થડે હોય કે દિવાળીના સેલિબ્રેશન વચ્ચે હવે હાર્દિક પંડ્યા માટે મહત્ત્વના સમાચાર મળ્યા છે. એશિયા કપમાં શ્રીલંકા સામેની મેચમાં ઈજા પહોંચી હતી અને એના પછી પાકિસ્તાન સામે રમી શક્યો નહોતો.
આપણ વાંચો: હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યાની વધુ તસવીરો થઈ વાયરલ
ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પણ હાર્દિકને સ્થાન મળ્યું નહોતું, પણ હવે એવી ખબર મળી રહી છે કે ટીમ ઈન્ડિયામાં બહુ ઝડપથી પાછો ફરશે. ટીમ ઇન્ડિયામાં વાપસી પહેલા ચાર અઠવાડિયા સુધી બેંગલુરુ સ્થિત બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સ (સીઓઈ)માં વીતાવશે, ત્યાર પછી ટીમ ઈન્ડિયામાં સમાવાશે.
આગામી મહિના દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવી રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયા સાથે આફ્રિકા બે ટેસ્ટ મેચ, ત્રણ વનડેની સિરીઝ અને પાંચ ટવેન્ટી-20 સિરીઝ મેચ રમશે. હાર્દિક પંડ્યા 30 નવેમ્બરથી શરુ થનારી મર્યાદિત ઓવરની ફોર્મેટમાં વાપસી કરી શકે છે.
આપણ વાંચો: હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉજવ્યો 32મો બર્થડે
મીડિયાના અહેવાલ અનુસાર હાર્દિક પંડ્યા ઈજા પહોંચ્યા પછી સર્જરી કરવી પડી નહોતી અને તેમને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રિહાબિલિટેશન શરુ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયા દરમિયાન હાર્દિક પંડ્યાને સીઓઈમાં ભરતી કરી હતી, પરંતુ દિવાળીને કારણે બ્રેક લીધો છે. 22મી ઓક્ટોબરથી ફરી તાલીમ કેન્દ્રમાં જોડાશે.
શ્રીલંકા સામે એશિયા કપની મેચ દરમિયાન ઈજા પહોંચવાને કારણે પાકિસ્તાન સામેની મેચ પહેલા મેદાનમાં રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામે પણ રમ્યો નથી. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં રમ્યો નથી એનાથી ટીમને મોટું નુકસાન છે.
ટીમ ઈન્ડિયાને ખાસ કરીને અન્ય ખેલાડી મળી જાય છે, પરંતુ ટીમને ખાસ કરીને ઓલરાઉન્ડર ખેલાડીને જરુરિયાત રહે છે. હાર્દિક પંડ્યાનું ખાસ કરીને ટવેન્ટી-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે, જેમાં બેટિંગની સાથે બોલિંગમાં પણ મહત્ત્વની વિકેટ ઝડપીને ટીમ માટે અસરકારક રહે છે.