એશિયા કપમાં કમબેક પહેલા હાર્દિક પંડ્યાનો નવો લૂક; ચાહકોએ આ ખેલાડી સાથે સરખામણી કરી

દુબઈ: 9મી સપ્ટેમ્બરથી એશિયા કપ 2025ની શરૂઆત થવા જઈ (Asia cup 2025) રહી છે, જેના માટે ભારતીય ટીમ દુબઈ પહોંચી ચુકી છે. એ પહેલા T20Iમાં નંબર.1 ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેનો નવો લૂક જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર હાર્દિકના નવા લૂકની ચર્ચા થઇ રહી છે.
હાર્દિક ગુરુવારે સાંજે દુબઈ પહોંચ્યો હતો, આજે શુક્રવારથી તેણે ટીમ સાથે પ્રેક્ટીસ શરુ કરી છે. આ ટુર્નામેન્ટમાં હાર્દિક નવા લૂકમાં જોવા મળશે. હાર્દિકે સોશિયલ મીડિયા પર નવી હેરસ્ટાઇલ સાથેનો ફોટો શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા:
હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર નવા લુકના ફોટો શેર કર્યા છે, ફોટો સાથે તેણે કેપ્શનમાં ‘ન્યુ મી’ લખ્યું છે. હાર્દિકે ટૂંકા વાળ કપાવ્યા છે અને સેન્ડી બ્લોન્ડ કલર કરાવ્યો છે. હાર્દિકના ગળામાં ટેટુ પણ જોવા મળે છે. હાર્દિકનો નવો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચાહકો વિવિધ પ્રકારના રીએક્શન આપી રહ્યા છે. ઘણા લોકોએ તેના લૂકની પ્રશંસા કરી અને દુબઈ તે મજબુત કમ બેક કરે એવી અપેક્ષા વ્યક્ત કરી. ઘણા યુઝર્સ હાર્દિકના લુકને બેન સ્ટોક્સ અને નિકોલસ પૂરન સાથે સરખાવી રહ્યા છે.
હાર્દિક નંબર.1 ઓલ રાઉન્ડર:
હાર્દિક છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ તરફથી રમતો જોવા મળ્યો હતો. હાર્દિકે ભારત માટે અત્યાર સુધીમાં 94 વનડે, 114 T20I અને 11 ટેસ્ટ રમી છે. T20 27.87 ની એવરેજ અને 141.67ના સ્ટ્રાઇક રેટથી 1812 રન બનાવ્યા છે અને 94 વિકેટ લીધી છે. એશિયા કપ 2025માં પણ તેના પાસેથી શાનદાર પ્રદર્શનની આશા છે.
આ પણ વાંચો….એશિયા કપ 2025: ભારતની પહેલી મેચ ક્યાં અને ક્યારે રમાશે? આ પ્લેટફોર્મ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ