સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા 30 વર્ષનો થયો, BCCIએ શુભેચ્છા પાઠવી, આવી રહી કારકિર્દી

આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જન્મદિવસ છે. આજે તે 30 વર્ષનો થઈ ગયો છે. હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતમાં થયો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. BCCIએ પણ તેના સત્તાવાર X એકાઉન્ટ પરથી હાર્દિક પંડ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ હાર્દિક પંડ્યાને તેની એકેડમીમાં ત્રણ વર્ષ સુધી ફ્રી ટ્રેનિંગ આપી હતી. હાર્દિક પંડ્યાએ બરોડા ક્રિકેટ ટીમ સાથે સ્થાનિક ક્રિકેટમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હાર્દિક પંડ્યાએ 2015ના IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. IPLમાં તેની અસાધારણ પ્રતિભા અને શાનદાર પ્રદર્શન જોયા બાદ તેને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

તેણે 22 વર્ષની ઉંમરે જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ઑક્ટોબર 2016માં ન્યુઝીલેન્ડ સામે વનડે ડેબ્યૂ વનડે ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેણે 2017માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે તેની પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.

વર્ષ 2022 હાર્દિક પંડ્યાએ IPLમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સને પ્રથમ વખત IPL ટાઇટલ જીતાડ્યું હતું. હાર્દિક બે વખત સુકાની તરીકે IPL રમ્યો છે અને બંને વખત તેણે પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડી હતી. IPL 2022માં હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે 487 રન બનાવ્યા હતા અને 8 વિકેટ પણ લીધી હતી.તેણે ભારતીય ટીમના ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

હાર્દિકે તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં રમેલી 92 મેચોમાં 139.83ની સ્ટ્રાઈક રેટ અને 25.43ની એવરેજથી 1348 રન બનાવ્યા છે. ODI ફોર્મેટમાં તેણે 83 મેચોમાં 34.01 ની સરેરાશ અને 110.35 ની સ્ટ્રાઈક રેટથી કુલ 1769 રન બનાવ્યા છે, જે દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 91નો રહ્યો છે. ટેસ્ટ ફોર્મેટમાં 11 મેચની 8 ઇનિંગ્સમાં હાર્દિકે 31.29ની એવરેજથી કુલ 532 રન બનાવ્યા છે, જેમાં 108 રનની એકમાત્ર સદીની ઇનિંગ પણ સામેલ છે.

બોલિંગ પ્રદર્શન પર નજર કરીએ તો હાર્દિકે ટી20માં 73, વનડેમાં 80 અને ટેસ્ટ ફોર્મેટમાં 17 વિકેટ ઝડપી છે.
ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ માટે હાર્દિક સૌથી ભરોસાપાત્ર ઓલરાઉન્ડર છે, જે બેટ અને બોલ બંનેથી કામલ કરવા સક્ષમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા