સ્પોર્ટસ

હાર્દિક પંડ્યાને હંમેશા માટે છોડીને ક્ચાં ચાલી નતાશા?

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા છૂટા પડી રહ્યા છે અને બંને એકબીજાને છૂટાછેડા આપવાના છે તેવા અહેવાલો છેલ્લા ઘણા સમય

.થી આવી રહ્યા છે, પરંતુ હજી સુધી આ બાબતે બંનેમાંથી કોઇએ કે પછી હાર્દિક પંડ્યાના કુટુંબે પણ કોઇ ફોડ પાડ્યો નથી. એવામાં નતાશાને લઇને એક નવા સમાચાર આવી રહ્યા છે.

ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને વિશ્ર્વ વિજેતા બનવામાં સિંહફાળો આપનારા હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે અને તે બંને છૂટા પડ્યા હોવાની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. નતાશા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર એવી પોસ્ટ કરતી રહે છે જેના પરથી એવું જણાય કે તેના અને હાર્દિકના વચ્ચે કંઇક ગડબડ ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી બંનેમાંથી કોઇએ પણ સ્પષ્ટતા કરી નથી.

એવામાં હાલમાં જ નતાશાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે. પોસ્ટ કરેલી તસવીરમાં પેક કરેલો સૂટકેસ પેક અને ગાડીમાં રહેલો નતાશાનો ડોગી દેખાય છે. તેણે લખેલા કેપ્શન પર બધાનું ધ્યાન ગયું છે, જેમાં લખેલું છે કે “આ વર્ષનો એ સમય છે. આ સાથે જ તેમાં ફ્લાઇટ અને ઘરનું ઇમોજી પણ નતાશાએ ઉમેર્યું છે.

એનો અર્થ લોકો એવો કાઢી રહ્યા છે કે નતાશા ફ્લાઇટમાં તેના ઘરે જઇ રહી છે. હવે તે ખરેખર ક્યાં જઇ રહી છે અને કોના ઘરે જવાની વાત કરી રહી છે તે સ્પષ્ટ તો નથી, પરંતુ ચાલી રહેલી અફવાહોને આ પોસ્ટના કારણે વધુ ગતિ મળી છે.
વળી અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે નતાશા પોતાના સર્બિયા ખાતે રહેલા ઘરે જઇ રહી છે. જોકે વાતો કરનારાઓને તો વાત કરવા માટેનો વધુ એક ટોપિક મળી ગયો હોય એમ લોકો હાર્દિકને હંમેશા માટે છોડીને નતાશા જઇ રહી હોવાનું પણ કોમેન્ટ્સમાં લખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બંનેના છૂટાછેડાની વાતો વચ્ચે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ત્યારે સોશિયલ મીડિયા પર નતાશાએ હાર્દિકને અભિનંદન પાઠવ્યા નહોતા. જેને પગલે આવી ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો. આ ઉપરાંત બંનેએ એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી. જેથી બંને વચ્ચે બધુ બરાબર ન હોવાનું લોકો કહી રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button