મનોરંજનસ્પોર્ટસ

Hardik Pandya and Natasa Stankovicના છુટાછેડા એ પબ્લિસિટી સ્ટન્ટ? જાણો કોણે કર્યો આવો દાવો?

છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયા હોય કે ન્યુઝ રૂમ હોય એક જ વાતની ચર્ચા થઈ રહી છે અને એ એટલે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છુટાછેડા (Hardik Pandya and Natasha Stankovic’s Divorce)ની. હવે આ જ બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આવો જોઈએ શું છે આ માહિતી…

એકબીજાના ગળાડૂબ પ્રેમમાં ડૂબેલા હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના જીવનમાં હાલમાં એકદમ રફ પેચ ચાલી રહ્યો છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે આ કપલ છૂટું પડી રહ્યું છે. જોકે, હવે આ મામલે એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. રેડિટ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર હાર્દિક અને નતાશાના છુટાછેડા એ એક પબ્લિસિટી સ્ટન્ટ છે. હવે તમને થશે કે આખરે આવું પબ્લિસિટી સ્ટન્ટ કરીને કોને શું ફાયદો થશે? તો ચાલો તમને એના વિશે પણ ફોડ પાડીને જણાવી જ ઈએ.

આ દાવા અનુસાર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ઈમેજને સાફસુથરી કરવા અને સહાનુભૂતિ મેળવવા માટે પીઆર એજન્સી દ્વારા આ પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ-2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ રોહિત શર્મા (Mumbai Indian’s Captain Rohit Sharma) પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી.

પરંતુ હાર્દિકની કેપ્ટનશિપ સોંપવામાં આવતા જ ખાસ્સો એવો વિવાદ ઊભો થયો હતો અને ટીમે પણ ખાસ કંઈ સારું પર્ફોર્મન્સ આપ્યું નહોતું, જેને કારણે હાર્દિકની ઈમેજ ખરડાઈ હતી. આ ડેમેજને રિપેર કરવા માટે અને ફેન્સની સિમ્પથી મેળવવા માટે આ પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

જોકે, આ બધું જોઈને નેટિઝન્સ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જો આ પીઆર પબ્લિસિટી સ્ટન્ટ છે તો તે ખૂબ જ સફળ થયો છે કારણ કે અત્યારે જ્યાં જુઓ ત્યાં હાર્દિક પંડ્યા, તેના ડિવોર્સ અને એલિમની, તેમ જ તેના લાઈફમાં ચાલી રહેલાં ટફ ટાઈમ વિશે જ વાતો થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા… Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ…