‘ભાઇ તું રાજીનામું આપ’, Hardik Pandyaની નબળી કેપ્ટનશીપથી નારાજ ચાહકોએ RR સામે MIની હાર બાદ મચાવ્યો હંગામો

IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ ફોર્મ ચાલુ છે. ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને મેચમાં 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમે 18.4 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
યશસ્વી જયસ્વાલની સદીના આધારે રાજસ્થાને આસાન જીત મેળવી હતી. આ સિઝનમાં રાજસ્થાનની 8 મેચમાં આ સાતમી જીત છે અને તે ટેબલમાં ટોપર છે. જ્યારે મુંબઈની ટીમ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે સાતમા સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સ IPL 2024 પ્લેઓફમાં મજબૂત દાવેદાર બની ગયું છે. જ્યારે મુંબઈની મેચ હારવાના કારણે, ચાહકો કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી. લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગ્યા હતા. આપણે કેટલાક મીમ્સ જોઇએ.