સ્પોર્ટસ

Fieldની સાથે સાથે Personal Lifeમાં પણ વધી રહી છે Hardik Pandya માટે મુશ્કેલી… પત્ની છે કારણ…

Ipl-2024માં Mumbai Indian’s Captain Hardik Pandyaની મુશ્કેલીઓ વધી જ રહી છે એના ગેમને કારણે પણ હવે મળી રહેલી માહિતી પ્રમાણે Personal Lifeમાં પણ તેની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે Bollywood Actress Natasha Stankovic અને Hardik Pandya વચ્ચે બધું બરાબર નથી. આવી અટકળો લગાવવામાં આવી રહી છે તો તેની પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે. આવો જોઈએ આખરે શું છે આ કારણો…

છેલ્લાં કેટલાક સમયથી Bollywood Actress Natasha Stankovic Hardik Pandyaની મેચ જોવા કે તેને ચિયર અપ કરવા નથી આવતી કે ન તો એના માટે કોઈ પોસ્ટ કરે છે. જોકે, હંમેશાથી આવું નહોતું. આ પહેલાં નતાશા હાર્દિકને મેચ જોવા માટે આવતી હતી અને જો કોઈ કારણસર મેચ જોવા નહોતી પહોંચી શકતી તો તેના માટે મેસેજ પોસ્ટ કરતી હતી. પરંતુ લાંબા સમયથી નતાશા સ્ટેડિયમમાં નથી જોવા મળતી ન તો તે હાર્દિક માટે કોઈ પોસ્ટ કરે છે.


IPL-2024માં MIના કેપ્ટન બન્યા બાદ અને સતત જોવા મળી રહેલાં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે ત્યારે પણ પત્ની તરીકે નતાશા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. એટલું જ નહીં તે આ રીતે કરવામાં આવી રહેલી હાર્દિકની સતામણીથી પણ તેને કોઈ ખાસ ફરક પડી રહ્યો હોય એવું નથી લાગતું.


નતાશા આ પહેલાં અવારનવાર હાર્દિક પંડ્યા અને પોતાના દીકરા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તેણે હાર્દિક સાથેના ફોટો પોસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. છેલ્લે 14મી ફેબ્રુઆરીના તેણે હાર્દિક સાથેનો ફોટો શેર કર્યો હતો. હવે એક્ટ્રેલ માત્ર પોતાના દીકરાના ફોટો શેર કરી રહી છે અને આ બધુ જોઈને નેટિઝન્સમાં એવી ચર્ચા ચાલી રહી છે કદાચ હાર્દિક અને નતાશા બંને અલગ થઈ રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે 31મી મે, 2020માં જ હાર્દિક પંડ્યાએ નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને બંનેની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે. નતાશા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હતી. લગ્નના એક મહિના બાદ એટલે 30મી જૂનના જ તેણે દીકરાને જન્મ આપ્યો હતો. હાર્દિક અને નતાશા વચ્ચે ફેન્સે હંમેશા પ્રેમભરી ક્ષણો જ જોઈ છે પરંતુ હવે બંનેના સંબંધોમાં તિરાડ આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button