IPL 2024સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા અને નતાશા ડિવોર્સ માટે તૈયાર! હવે આ અભિનેત્રીને જીવનસંગિની બનાવશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે આ વર્ષ અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યો હતો. તેમની ટીમ MI પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ક્રિકેટ મેદાન પર તેના ખરાબ પ્રદર્શન બાદ તેના લગ્ન પણ જોખમમાં છે અને મળતી ખબરો મુજબ હાર્દિક અને નતાશા ડિવોર્સ લઇ રહ્યા છે. બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે અને હવે હાર્દિક પંડ્યા બોલિવૂડની આ અભિનેત્રીને પોતાનો જીવનસાથી બનાવવા જઈ રહ્યો છે.

મળેલી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાના તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા નક્કી થઈ ગયા છે અને હવે હાર્દિક બોલિવૂડની એક્ટ્રેસ એશા ગુપ્તાને પોતાની પાર્ટનર બનાવવા જઈ રહ્યો છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પંડ્યા અને નતાશા ખરેખર છૂટાછેડા લઈ શકે છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી. નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી છે અને તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી હાર્દિક અથવા તેની સાથે પોસ્ટ કરેલી તસવીરો પણ કાઢી નાખી છે. નતાશાના એકાઉન્ટ પર હાર્દિક અને નતાશાની એક જ તસવીર છે જેમાં તેઓ એકસાથે જોવા મળે છે અને આ તસવીર તેમના પુત્ર અગસ્ત્ય સાથે છે. ઘણા ચાહકો દાવો કરી રહ્યા છે કે નતાશા સ્ટેનકોવિક લંડનમાં રહે છે અને તેણે પંડ્યાને છૂટાછેડા આપી દીધા છે.

જો કે, હાર્દિક અને નતાશા બંનેએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, જેના કારણે કંઈ કહી શકાય નહીં. અગાઉ હાર્દિક પંડ્યાનું નામ એલિ અવરામ સાથે પણ જોડાયું હતું. હાર્દિક હાલમાં T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરી રહ્યો છે. BCCIએ તેને T20 વર્લ્ડ કપ 2024 માટે વાઇસ કેપ્ટન નીમ્યો છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાને ડેટ કર્યા બાદ લોકડાઉન દરમિયાન મે 2020માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે નતાશા ગર્ભવતી હતી. નતાશાએ જુલાઇ 2020માં તેને અને હાર્દિકના પહેલા બાળક અગસ્ત્યને જન્મ આપ્યો હતો. બંનેએ 2023માં ફરી હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજો સાથે ભવ્ય લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button